- કેબિનેટપ્રધાન જવાહર ચાવડાએ લીધી કોવિડ વોર્ડની મુલાકાત
- સિવિલ હોસ્પિટલમાં જાતતપાસ માટે પહોંચ્યાં પ્રધાન
- આગામી સમયમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર થશે તેવો ભરોસો આપ્યો
જૂનાગઢઃ સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પ્રધાન જવાહર ચાવડાએ આગામી દિવસોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના રોગની સારવાર થાય તે માટેની ભૌતિક જરૂરિયાતો ઉભી કરવાની દિશામાં હકારાત્મક વલણ દાખવતા આગામી દિવસોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર થઇ શકે છે. રાજ્ય સરકાર હકારાત્મક દિશામાં વિચારી રહી હોવાનો જવાહર ચાવડાએ આજે ભરોસો અપાવ્યો હતો.
પ્રધાન જવાહર ચાવડાએ દર્દીઓ અને તેમના સગાં જોડે વાતચીત કરીને હોસ્પિટલમાં મળી રહેલી તબીબી સહાયને લઈને જાત માહિતી એકત્ર કરી હતી રુબરુ વાતચીત કરીને પ્રધાને માહિતી મેળવી
જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના પ્રભારી જવાહર ચાવડાએ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી તે દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોરોના વોર્ડમાં જઈને દર્દીઓના ખબરઅંતર મેળવ્યાં હતાં. વધુમાં પ્રધાન જવાહર ચાવડાએ દર્દીઓ સાથે પણ રૂબરૂ મુલાકાત કરીને હોસ્પિટલમાં મળી રહેલી તબીબી સારવાર ન લઈને માહિતી પણ મેળવી હતી. પ્રધાન જવાહર ચાવડાની જૂનાગઢ સિવિલ હોસ્પિટલને મુલાકાત પ્રસંગે તેમની સાથે સિવિલ હોસ્પિટલના તબીબો અને સહાયક કર્મચારીઓએ હાજર રહીને હોસ્પિટલમાં કોરોના સંક્રમણને લઈને ચાલી રહેલી સારવાર અંગે માહિતી પૂરી પાડી હતી.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના સાથે મ્યુકોરમાઈકોસિસનું સંકટ, જાણો શું છે આ બીમારી
આગામી દિવસોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર બનશે શક્ય
પ્રધાન જવાહર ચાવડાએ આજની તેમની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વોર્ડને લઈને પણ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ ગંભીરતાથી વિચારી રહી હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવારને લઈને તાકીદે વોર્ડ ઉભો કરવાનું આયોજન પણ રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં કેટલાક તબીબી ઉપકરણોની પૂર્તિ થયા બાદ અહીં પણ મ્યુકોરમાઈકોસિસના રોગની સારવાર શક્ય બનતી જોવા મળશે.
આ પણ વાંચોઃ સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો