ગુજરાત

gujarat

ETV Bharat / city

International Tea Day 2022: એક ચા 2 વ્યક્તિ વચ્ચે 'ચાહ'નું પણ બની શકે છે માધ્યમ, જૂઓ કઈ રીતે...

સૌરાષ્ટ્રમાં આજે પણ રજવાડી ઠાઠ તરીકે ચાને અવ્વલ (Important of tea in Saurashtra) ગણવામાં આવે છે. ત્યારે આજે જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની (International Tea Day 2022) અલગ જ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. તો આવો જોઈએ આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે.

International Tea Day 2022: એક ચા 2 વ્યક્તિ વચ્ચે 'ચાહ'નું પણ બની શકે છે માધ્યમ, જૂઓ કઈ રીતે...
International Tea Day 2022: એક ચા 2 વ્યક્તિ વચ્ચે 'ચાહ'નું પણ બની શકે છે માધ્યમ, જૂઓ કઈ રીતે...

By

Published : May 21, 2022, 1:48 PM IST

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં ચા દિવસની (International Tea Day 2022) ઉજવણી થઈ રહી છે. વર્ષ 2005ની 15મી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં સોશિયલ ફોરમ (Delhi Social Forum Tea Day) દ્વારા ચાના વેપારી અને ચાની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે. તેમ જ ચા સમગ્ર વિશ્વના સીમાડાઓ ઓળંગે તેવા ઉદ્દેશ સાથે ચા દિવસની ઉજવણીની (International Tea Day 2022) શરૂઆત કરવામાં આવી હતી, જે વર્ષ 2008માં બદલીને દર વર્ષે 21 મેના દિવસે ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે જાણીએ ચાની ચુસ્કીની રોચક સફર વિશે.

ચાનું નામ સાંભળીને ચહેરા પર આવે છે અનોખી રોનક

ચાનું નામ સાંભળીને ચહેરા પર આવે છે અનોખી રોનક -ચાનુ નામ પડે એટલે સૌ કોઈના ચહેરા (Tea Day Celebration in Junagadh) પર એક અનોખી રોનક જોવા મળે છે. જો ચા કડક અને મીઠી હોય તો કહેવું જ શું. ત્યારે જૂનાગઢમાં પણ ચાના રસિક એવા પીયૂષ પંડ્યા ચાને લઈને પોતાનો અલગ ઠાઠ ધરાવે છે. તેમના મતે, ચા માત્ર ચા નથી, પરંતુ 2 વ્યક્તિ વચ્ચેનું ચાહનું માધ્યમ છે.

સૌરાષ્ટ્રમાં રજવાડી ઠાઠ તરીકે આજે પણ ચા અવ્વલ

આ પણ વાંચો-World Museum Day 2022: જૂનાગઢના એવા નવાબ કે જેમણે આ રીતે પૂરું પાડ્યું ધર્મનિરપેક્ષતાનું ઉત્તમ ઉદાહરણ,પરંતુ બાદમાં...

સૌરાષ્ટ્રમાં રજવાડી ઠાઠ તરીકે આજે પણ ચા અવ્વલ -ભારતમાં ચાનો ઈતિહાસ (Tea History in India) પણ એક અલગ આદર માન તેમજ સન્માન ધરાવે છે. તેમાંય સૌરાષ્ટ્રમાં ચા એટલે ઘર ઘરનું પીણું. દુશ્મનને પણ એક વખત ચાની સલાહ કરવી એ સૌરાષ્ટ્રની શાન આજે પણ ગણવામાં આવે છે. પ્રસંગ સારો હોય કે માઠો ચા વગર કોઈ બાકી ન રહે. તેની આજે પણ કાળજી રાખવામાં આવે છે. એક સમય હતો કે, જ્યારે સૌરાષ્ટ્રમાં કાળી ચા પીવામાં આવતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેની સાથે હવે ચા પણ અનેક પ્રકારે બનતી અને પીવાતી જોવા મળે છે. ગરીબીથી લઈને અમીરી, કડકથી લઈને મીઠી, કેસરયુક્ત આમ અનેક પ્રકારે ચા હવે મળતી અને પીવાતી થઈ છે. પણ હા આટલી બધી વેરાયટીની વચ્ચે ચાની ચૂસ્કી આજે પણ એની એ જ જોવા મળે છે.

આ પણ વાંચો-International Museum Day: જૂનાગઢ મ્યુઝિયમ જે પ્રાગના ઐતિહાસિક નવાબોના વારસાને શણગારે છે

ચા એટલે ચાહ જે સંબંધોને બાંધે છે -ચાના રસિક પીયૂષ પંડ્યા ચાને લઈને પોતાનો અલગ ઠાઠ ધરાવે છે. ચા એ માત્ર ચા નથી પરંતુ બે વ્યક્તિ વચ્ચે ચાહનું માધ્યમ છે ચાનો એક કપ કોઈ પણ જાણી અજાણી વ્યક્તિને લાગણીના સંબંધો સાથે જોડવામાં ખૂબ મહત્ત્વનું સાબિત થાય છે. ચા એ ઘરનું પીણુ છે. અનેક સમસ્યાનો ઉકેલ એક કપ ચામાં આજે પણ રહેલો છે. ચા કોઈ પણ વ્યક્તિના લાગણી પ્રેમ અને સંબંધનું પ્રતિક છે. ચાની એક ચૂસ્કી સૌ કોઈને એકસૂત્રતામાં બાંધવા માટે પૂરતો છે. ચાહના મૂળમાં ચા સમાયેલી છે. ચા અને ચાહ વગર કોઈપણ વ્યક્તિ એકબીજા સાથે લાગણીના સંબંધે ન બંધાયા હોય. એવું આજે પણ જોવા મળતું નથી. ચા એ માત્ર એક પીણું નથી, પરંતુ લાગણીની સાંકળે બાંધતી એક ચૂસ્કી છે અને આજે ચાની ચુસ્કીના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે (International Tea Day 2022) સૌ કોઈને ચા દિવસની શુભકામનાઓ.

ABOUT THE AUTHOR

...view details