જૂનાગઢઃ શિયાળા દરમિયાન વિવિધ પ્રદેશ અને વિસ્તારોમાંથી સ્થળાંતર થઈને કેટલાક પક્ષીઓ મીઠા (Migratory birds in Junagadh) પાણી તરફ આવતા હોય છે ત્યારે જૂનાગઢમાં પણ નરસિંહ મહેતા સરોવરમાં (Migratory birds in Narasimha Mehta Lake) બતકની પ્રજાતિ કે, જેને આપણે સામાન્ય ભાષામાં જળકુકડી તરીકે ઓળખીએ તેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
ધર્મ કરવા જતા જળકુકડી પર પડી શકે છે ધાડ જળકુકડીને લોટ, બિસ્કિટ, ગાંઠિયાન ન આપવા સંશોધનકર્તાની અપીલ
આ પક્ષીઓને લોકો લોટ, બિસ્કિટ અને ગાંઠિયા ખાવા માટે આપી રહ્યા છે. તો આ પ્રકારનો ખોરાક જળકુકડી માટે પ્રાણઘાતક (Feeding ducks in Junagadh could lead to disaster) અને તેની પ્રજાતિ પર સંકટ ઊભુ કરનારું (Dangerous food of waterfowl duck in Junagadh) સાબિત થઇ શકે છે. તેવું પક્ષી સંશોધન સાથે કામ કરી રહેલા વિભાકર જાનીએ (Crisis on Indian Spot Billed Duck) કર્યું છે અને લોકોને વિનંતી કરી રહ્યા છે કે જાણે કે અજાણે પુણ્ય કરવાની ઈચ્છા ધરાવતા લોકો જળ કુકડીને પ્રાણઘાતક સમસ્યા (Crisis on Indian Spot Billed Duck) ક તરફ આગળ વધારી રહ્યા છે
આ પણ વાંચો-વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય
ધર્મ કરવા જતા જળકુકડી પર પડી શકે છે ધાડ
શિયાળા દરમિયાન વિવિધ પ્રાન્ત, પ્રદેશ અને દેશોમાંથી મોટી સંખ્યામાં સ્થળાંતરિત (Indian Spot Billed Duck in Junagadh) થઈને આવતા પક્ષીઓ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં (Migratory birds in Narasimha Mehta Lake) પણ આ વર્ષે બતકની (Migratory birds in Junagadh) પ્રજાતિના જેને આપણે દેશી ભાષામાં જળકુકડી (Indian Spot Billed Duck in Junagadh) તરીકે ઓળખે છે તેવા પક્ષી નું આગમન થયું છે. આ પક્ષીઓને જૂનાગઢના લોકો પુણ્ય કરવાના ઈરાદા સાથે ઘઉંનો લોટ, બિસ્કિટ અને ગાંઠિયા ખવડાવીને જીવને પુણ્ય કરવાનો અહેસાસ મેળવી રહ્યા છે, પરંતુ લોકો દ્વારા કરવામાં આવેલા પુણ્ય કામ જળકુકડી માટે પ્રાણઘાતક (Feeding ducks in Junagadh could lead to disaster) સાબિત થઈ શકે છે. તેવું પક્ષીઓના સંશોધન કામ સાથે જોડાયેલા વિભાકર જાણીએ તારણ કાઢ્યું છે.
લોટ, બિસ્કિટ અને ગાંઠિયા ખાવાથી જળકુકડીમાં જોવા મળશે મેદસ્વીતાનું પ્રમાણ
પક્ષીના સંશોધન કાર્ય સાથે સંકળાયેલા વિભાકર જાનીએ પોતાના સંશોધન કાર્ય દરમિયાન એ તારણ પર આવ્યા છે કે, જળકુકડીને આપવામાં આવતો લોટ, બિસ્કિટ અને ગાંઠીયા કે, જે કાર્બોહાઈડ્રેડના મુખ્ય સ્ત્રોત તરીકે માનવામાં આવે છે. આવો ખોરાક જો જળકુકડી ગ્રહણ કરશે. તો તેમાં મેદસ્વીતાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. આના કારણે તે તેના નૈસર્ગિક ખોરાકથી દૂર થતી જોવા મળશે. તેની સાથે તેના શરીર માટે જરૂરી એવા મિનરલ, પ્રોટીન અને વિટામિન કે. જે તળાવ કે સરોવરની વનસ્પતિઓમાંથી તેમને મળતા હોય છે અને તેની શરીર રચના અનુસાર ઉપયોગી પણ હોય છે. તેવા પોષકતત્વોથી આ જળકુકડી ઓ કાયમ માટે દૂર થતી જોવા મળશે. કાર્બોહાઈડ્રેડ વાળા ખોરાકથી જળકુકડીમાં મેદસ્વીતાનું પ્રમાણ વધશે અને સાથે સાથે મિનરલ વિટામિન અને અન્ય પોષણતત્વો તેના શરીરમાં નહીં મળવાને કારણે જળ કુકડી પર ખૂબ ગંભીર અને વિપરીત અસરો પણ જોવા મળી શકે છે.
વધુ પડતાં કાર્બોહાઈડ્રેડ ને કારણે જળકુકડી માં એંગલ વિગ ડિસીઝ થઈ શકે છે
વધુ પડતા કાર્બોહાઈડ્રેડ લેવાના કારણે જળકુકડીમાં હાડકાના રોગ તરીકે કુખ્યાત એવા એંગલ વિગ ડિસીઝ થઈ શકે છે. એક વાર જળકુકડીમાં રોગ આવવાથી તે વારસાગત પણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં જળકુકડીની સમગ્ર પ્રજાતિ પર સંકટ આવી શકે છે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે જળકુકડીની સમગ્ર પ્રજાતિ નામશેષ પણ થઈ શકે છે. વધુમાં કાર્બોહાઇડ્રેટને કારણે ચરબીનું પ્રમાણ વધતા જળકુકડીને ઉડવાની પણ સમસ્યાઓ આવી શકે છે. આને કારણે સ્થળાંતર પક્ષી તરીકે ઓળખાતી જળકુકડી અન્ય જગ્યા પર જઈ શકવા માટે (Indian Spot Billed Duck in Junagadh) મુશ્કેલી અનુભવવાની સાથે સાથે વધુ વજન હોવાને કારણે તે પોતાનું શિકારીઓથી રક્ષણ કરવા પણ અસમર્થ બની જશે. વધુમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ ખોરાક તરીકે ગ્રહણ કરવાને કારણે જળકુકડીની ચરક પણ પાણીને ખૂબ જ પ્રદૂષિત કરી શકે છે, જેના કારણે પાણીમાં જીવતા અન્ય જીવો માટે પણ આ ચરક ખૂબ જ નુકસાન અને હાનિકારક બની શકે છે.
આ પણ વાંચો-જૂનાગઢમાં ચકલીઓને બચાવવા નવતર પ્રયોગ, ચકલીઓ માળો બાંધી શકે તે માટે યુવાનો મંદિરમાંથી એકઠી કરેલી ગરબીઓ ઝાડ પર મૂકશે
હાડકાનો રોગ થવાને કારણે પાખોની ખોલ-બંધ અને ઊડવાની ક્ષમતા પણ નાશ પામે છે
વધુ પડતા કાર્બોહાઈડ્રેટને ખોરાક તરીકે લેવાથી જળકુકડીમાં હાડકાનો એંગલ વિગ રોગ થાય છે. તે મોટે ભાગે પાંખના હાડકાંઓને ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. આ રોગ થવાથી પાખો ખૂલ્લી કે બંધ થવાની સાથે જળકુકડી પોતાની ઊડવાની ક્ષમતા પણ ગુમાવી બેસે છે. હાડકાનો આ રોગ જળકુકડીમાં વારસાગત રોગ તરીકે પણ ઉતરી શકે છે. આવી પરિસ્થિતિમાં જળકુકડીની સમગ્ર પ્રજાતિ પર નામશેષ થવાનો ખતરો પણ ઉભો થઈ શકે છે. કાર્બોહાઈડ્રેટયુક્ત ખોરાક લોટ, બિસ્કિટ અને ગાંઠિયા સરળતાપૂર્વક મળી રહેવાને કારણે જળકુકડી પોતાના કુદરતી રીતે ખોરાક મેળવવાની ટેવ પણ ભૂલી (Feeding ducks in Junagadh could lead to disaster) શકે છે. તેમ જ સરળતાથી ખોરાક મળવાના કારણે તેના જન્મદરમાં ખૂબ મોટો વધારો થઇ શકે છે, જે જળચર અન્ય પાણી કે પક્ષીઓ માટે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.