ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 4 વર્ષમાં સિંહના હુમલાથી 6 લોકોના મોત થયા છે : વન વિભાગ અધિકારી - સિહનામોત

સિંહને પારિવારિક પ્રાણી માનવામાં આવે છે.સિંહ દ્વારા સામાન્યપણે આકસ્મિક અને અ પ્રાસંગિક ઘટનાને બાદ કરતા માનવ વસાહત અને તેની આસપાસ હુમલાની ઘટના પ્રતિવર્ષ 1.5 ની આસપાસ બની રહી છે.

attacks
વન વિભાગ અધિકારી

By

Published : Sep 26, 2020, 2:21 PM IST


જૂનાગઢ : ગીર પૂર્વ અને પશ્ચિમના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાઓમાં સિંહની વસ્તી વધુ જોવા મળે છે.છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૫૩૨ થી વધીને 700 કરતાં વધુ નોંધાઈ છે.

છેલ્લા 4 વર્ષમાં સિંહના હુમલાથી 6 લોકોના મોત થયા છે

સિંહ દ્વારા સામાન્યપણે આકસ્મિક અને અ પ્રાસંગિક ઘટનાને બાદ કરતા માનવ વસાહત અને તેની આસપાસ હુમલાની ઘટના પ્રતિવર્ષ 1.5ની આસપાસ બની રહી છે. છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ગીર પશ્ચિમમાં પ્રતિ વર્ષ સિંહો દ્વારા ૫૫ થી 60 જેટલા હુમલાઓ થયા છે. જેની સામે 1.5 જેટલા લોકોના મોત સિંહે કરેલા હુમલાઓને કારણે થયાં હોવાનું વનવિભાગ જણાવી રહ્યું છે.

ગીર પૂર્વ અને પશ્ચિમના જૂનાગઢ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લાઓમાં સિંહની વસ્તી વધુ જોવા મળે છે. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૫૩૨ થી વધીને 700 કરતાં વધુ નોંધાય છે.

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના વિસ્તારોમાં જંગલ અને રેવન્યુ વિસ્તાર સહિત સિંહોની વસતી સતત વધી રહી છે. જેને ખૂબ સારો સંકેત માનવામાં આવે છે પરંતુ સિંહોની સતત વધી રહેલી વસ્તીને કારણે આકસ્મિક કે અ પ્રાસંગિક ઘટનાઓમાં સિંહો દ્વારા માનવ વસાહત પર હુમલા કરવાના કિસ્સા પ્રતિ વર્ષ 15ની આસપાસ નોંધાઈ રહ્યા છે. જેમાં પ્રતિવર્ષ 1.5 જેટલી વ્યક્તિઓ સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે મોતને ભેટી રહ્યા છે

સિંહ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કરવામાં આવેલા હુમલાની વિગત જોઈએ તો આ સમયગાળા દરમિયાન સિંહો દ્વારા માનવ વસાહતો પર અંદાજિત ૫૫ થી 60 હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રતિવર્ષ 1.5 વ્યક્તિ એટલે કે આ 4 વર્ષ દરમિયાન સિંહના હુમલામાં 6 વ્યક્તિઓ મોતને ભેટયા છે.

સિંહો પારિવારિક પ્રાણી માનવામાં આવે છે અને જ્યાં સુધી સિંહની પજવણી કરવામાં ન આવે ત્યાં સુધી સિંહ પરિવારનો એક પણ સભ્ય માનવ વસાહતો પર હુમલો કરતો નથી. આકસ્મિક અને અ પ્રાસંગિક ઘટનાઓમાં સિંહ દ્વારા હુમલાઓ કરવામાં આવે છે. જેને કારણે છેલ્લા ચાર વર્ષમાં ગીર પશ્ચિમમાં 6 જેટલા લોકોના મોત સિંહે કરેલા હુમલાને કારણે થયા છે. તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details