- રાજુલાના કાતર ગામમાં ચાર સિંહ બાળ સાથે બે સિંહણોના આટા ફેરા
- ગત રવિવારે મધ્ય રાત્રિએ સિંહણોએ ગામમાં બચ્ચા સાથે કર્યો હતો પ્રવેશ
- રાત્રિના સમયે પશુનું મારણ કરીને ગામમાંથી વહેલી સવારે લીધી વિદાય
અમરેલી: રાજુલા તાલુકાના કાતર ગામમાં 5 સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રિના સમયે બે સિંહણે તેમણે ચાર બચ્ચા સાથે ગામમાં પ્રવેશ કર્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સિંહણ તેના બચ્ચા સાથે કાતર ગામના માર્ગો પર ચાલતી જોવા મળી હતી. ગામમાં સિંહણના પ્રવેશ થવાને લઈને પશુઓમાં પણ હલચલ અને નાસભાગ જોવા મળી હતી. બચ્ચા સાથે આવેલી સિંહણે ગામમાં એક પશુનું મારણ પણ કર્યું હતું. જેને લઇને ગામ લોકોમાં પણ સિંહોના પ્રવેશ કરવાને લઈને ચિંતા જોવા મળી રહી છે.