જૂનાગઢઃ પશુ-પક્ષીઓ સાથે તો અનેક લોકો ફોટો પડાવતા હોય છે, પરંતુ તેમની સેવાની વાત આવે ત્યારે બધા નથી કરી શકતાં. તેવામાં પણ જંગલી પશુ-પક્ષીની સેવાની વાત આવે ત્યારે લોકો ડરતાં હોય છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં રહેતા (Thousands of parrots are guests of Keshod) પક્ષીપ્રેમી હરસુખભાઈ ડોબરિયા (Bird loving Dobria family of Junagadh) વર્ષ 1998થી ચોમાસા દરમિયાન ભારતીય પોપટની અનોખી સેવા કરી રહ્યા છે. આજે તેમની ત્રીજી પેઢી પણ આ સેવા કાર્યમાં જોડાઈ છે.
પેઢી દર પેઢી સેવાયજ્ઞ - ચોમાસા દરમિયાન પોપટને ખોરાક મળી રહે તે પ્રકારની પક્ષીસેવા ડોબરિયા પરિવાર પેઢી દર પેઢી નિભાવશે તેવો ભરોસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પોપટને ખોરાક આપવાની પક્ષી સેવામાં અત્યારે ત્રીજી પેઢી પણ જોડાય ચૂકી છે અને ચોમાસાના 4 મહિના દરમિયાન પોપટને ખોરાકની અછત ન પડે તે માટે અનોખી રીતે પક્ષીનો સેવાયજ્ઞ ધમધમાવી રહ્યા છે. બીજી તરફ નવાઈની વાત એ છે કે, આ પાલતું પોપટ નહીં, પરંતુ જંગલી પોપટ છે. એટલે હરસુખભાઈ કે તેમના પરિવારના કોઈ પણ વ્યક્તિનો એક પણ ફોટો આ પોપટ સાથે નથી. કારણ કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોપટની નજીક જાય ને ફોટો-વીડિયો લેવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોપટ ઊડી જાય છે.
વર્ષ 1998થી શરૂ થયો સેવાયજ્ઞ - ભારતીય પોપટ કલર અને દેખાવે એકદમ રૂપકડું પક્ષી છે અને સમગ્ર ભારતમાં આ પક્ષી મુક્તપણે જોવા મળે છે. ત્યારે વર્ષ 1998થી હરસુખભાઈ ડોબરિયા ચોમાસાના 4 મહિના દરમિયાન પોપટને ખોરાક પૂરો પાડીને અનોખી રીતે પોતાનો પક્ષીપ્રેમ (Parrot love of Dobria family) દર્શાવી રહ્યો છે. તેમની પાછળ આજે આ સેવામાં તેમની ત્રીજી પેઢી પણ જોડાઈ ગઈ છે. ત્યારે ચોમાસા દરમિયાન નિત્યક્રમે વહેલી સવારે 3 વાગ્યાથી આ સેવાયજ્ઞ શરૂ થાય છે, જે સવારે 8 વાગ્યાની આસપાસ પોપટ ખોરાક ગ્રહણ કરે ત્યાં સુધી ચાલે છે અને આ પરંપરા છેલ્લા કેટલાય વર્ષોથી સતત અને અવિરત જોવા મળે છે. આના કારણે હરસુખભાઈ ડોબરિયા પોપટ પ્રેમી (Bird loving Dobria family of Junagadh) તરીકે પણ સમગ્ર પંથકમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.
ખોરાક ગ્રહણ કરવા હજારોની સંખ્યામાં આવે છે પોપટ -ચોમાસાના આ 4 મહિનામાં પક્ષીઓ માટે ખોરાક શોધવો અને ગ્રહણ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. ત્યારે ચોમાસામાં નવા કૃષિ પાકોનું વાવેતર થયું હોય છે. આના કારણે પણ ધાન્ય અને અન્ય ખોરાકની ખૂબ અછત જોવા મળે છે. એટલે પક્ષીઓને ખૂબ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડે છે. આ તમામ મુશ્કેલીને જોતા ડોબરિયા પરિવારે વર્ષ 1998માં આ સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. તે સમયે તેમણે માત્ર 2 જ પોપટને ખોરાક તરીકે બાજરી આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આજે 25 વર્ષના સમયમાં જોતજોતામાં હજારોની સંખ્યામાં અહીં પોપટ ખોરાક માટે તેમના મહેમાન બને છે.
ચોમાસામાં પોપટ બને છે મહેમાન -દર ચોમાસાની સિઝનમાં વહેલી સવારે પોપટ ડોબરિયા પરિવારના મહેમાન (Thousands of parrots are guests of Keshod) બને છે. સાથે જ પોપટ સવારનું ભોજન આ પરિવાર સાથે કરીને દિવસની શરૂઆત કરે છે. આ પ્રકારની નિત્ય સેવા અને ભોજન ગ્રહણ કરવાનો ક્રમ 4 મહિના સુધી દર વર્ષે જોવા મળે છે. જ્યારે ચોમાસુ પૂર્ણ થાય ત્યારે આ પોપટ પણ હરસુખભાઈને ત્યાં આવવાનું ધીમે ધીમે બંધ કરી દે છે અને ફરી પાછા નવા વર્ષે ચોમાસુ શરૂ થાય. ત્યારે તેના નિત્યક્રમે વહેલી સવારે 5થી 6 વાગ્યાના અરસામાં તેમના ઘરે દસ્તક આપે છે અને ખૂબ જ શાંતિથી ખોરાક ગ્રહણ કરે છે.
10 વિઘાં ખેતીની જમીનની આવક પોપટની સેવા માટે -જન્મજાત ખેડૂતપૂત્ર હરસુખ ડોબરિયા 10 વિઘાં ખેતીની જમીન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન કૃષિપેદાશો થકી થયેલી આવક તે એકમાત્ર પોપટના ખોરાક માટે અનામત રાખે છે. આ પ્રકારે પોપટ અને હરસુખભાઈ પ્રત્યેનો આત્મિતાભર્યો સંબંધ પાછલા 25 વર્ષથી સતત જોવા મળે છે. તો હવે આ વર્ષે ત્રીજી પેઢીનો પણ ઉંમેરો થયો છે અને આ પ્રકારની પક્ષીની સેવા અને ખાસ કરીને તેમના ઘરે ચોમાસા દરમિયાન મહેમાન (Thousands of parrots are guests of Keshod) બનીને આવતા પોપટ અને મેનાને ખોરાક પૂરો પાડવાની વ્યવસ્થા ઘરના તમામ સભ્યો વહેલી સવારથી શરૂ કરે છે.
ઘરના વડીલે શરૂ કર્યો સેવાયજ્ઞ -ઘરના વડીલે શરૂ કરેલો આ પક્ષીનો સેવાયજ્ઞ ઘરના તમામ સભ્ય ખૂબ જ હોંશભેર આવકારી રહ્યા છે. તેમ જ આવનારી તમામ પેઢીઓ આ પ્રકારની પક્ષી પ્રેમની (Parrot love of Dobria family) જે પરંપરા જે હરસુખભાઈ ડોબરિયાએ આજથી 25 વર્ષ પૂર્વે શરૂ કરી હતી. તે આદિઅનાદિકાળ સુધી ચાલતી રહે તેવી પરિવારના સભ્યો પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.