- વાવાઝોડાએ ગીરની શાન સમી કેસર કેરી પર વર્તાવ્યો કહેર
- વાવાઝોડા બાદ ફૂંકાયેલા ભારે પવનને કારણે આંબાવાડિયામાં જોવા મળી વિનાશલીલા
- મોટાભાગની કેસર કેરીનો પાક વાવાઝોડાને કારણે નષ્ટ થતાં ખેડૂતો પણ ચિંતિત
જૂનાગઢઃ વાવાઝોડા બાદ ફૂંકાયેલા ભારે પવનને કારણે ગીરની શાન સમી કેસર કેરી પર વાવાઝોડું જાણે કે કહેર બનીને તૂટી પડ્યું હોય તેવા ચિંતાજનક દૃશ્ય આજે સામે આવી રહ્યાં છે. સોમવારે રાત્રીના 09:00 કલાક બાદ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તારને સ્પર્શ કરતાની સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ પવનને કારણે કેસર કેરી જમીને દોસ્ત થતી જોવા મળી રહી છે. જે પ્રકારે વાવાઝોડાએ ગીરના આંબાવાડીઓમાં વિનાશલીલા નોતરી છે, તેને જોઈને જગતનો તાત પણ હવે ખૂબ જ ગહન ચિંતામાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. કેસર કેરીની સિઝન બિલકુલ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હતા આવી પરિસ્થિતિમાં વાવાઝોડા બાદ ફૂંકાયેલા પવને ખેડૂતના હાથમાં આવેલો કેસર કેરીનો પાક જાણે કે છિનવી લીધો હોય તેવા દ્રશ્યો ગીરના આંબાવાડિયામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં વાવાઝોડાની અસર: શહેરના અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષોની સાથે વીજળીના પોલ થયા ધરાશાયી