રોગ પ્રતિકારકશક્તિ વધારતું આકોલનું ફળ, ખનીજ અને વિટામિન સ્ત્રોત ધરાવતું ગીરમાં મળતું ફળ - Corona
ગીરના જંગલમાં જોવા મળતી આકોલ નામની વનસ્પતિ અને તેમાં પાકતું ફળ આજે કોરોના સામે ઉપચારદાયક સાબિત થઈ શકે છે. આકોલનું ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તેમાં પ્રચૂર માત્રામાં વિટામીન અને ખનીજો કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ પોષણકારક અને ઉપયોગી સાબિત થઇ શકે છે.
જૂનાગઢઃ ગીર વનરાજ અને કેસર માટે સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતું છે. ગીરમાં આવેલુ જંગલ એશિયામાં સિંહોનું એકમાત્ર આશ્રયસ્થાન છે, તો બીજી તરફ આ વિસ્તારમાં પાકતી કેસર કેરી પણ સમગ્ર વિશ્વમાં અદકેરૂ માન અને સન્માન ધરાવે છે. આજ ગીરના જંગલમાં એવી કેટલીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓ આજે પણ જોવા મળે છે કે જેનો પ્રાચીન કાળમાં ખૂબ જ પ્રચૂર માત્રામાં ઉપયોગ થતો હતો અને તેનું મૂલ્ય પણ ખૂબ જ હતું. આવું જ એક ફળ એટલે ગીરના જંગલમાં ઉનાળાની ઋતુ દરમિયાન જોવા મળતું આકોલનું ફળ. ઉનાળાની શરૂઆત થતાં જ આકોલના ઝાડ પર પુષ્પો લાગવાની શરૂઆત થાય છે અને ઉનાળો તેના અંતિમ ચરણો પર હોય છે એવા સમયે આકોલમાં રસદાર અને ખનીજ તેમ જ વિટામિનનો પ્રચૂર સ્ત્રોત ધરાવતા ફળો જોવા મળે છે.