જૂનાગઢ રાજ્યમાં ગણેશ ચતુર્થીનો (ganesh chaturthi 2022) તહેવાર ભારે ધામધૂમ પૂર્વક મનાવવાની શરૂઆત થશે, ત્યારે પંચગવ્યમાંથી બનાવવામાં આવેલી ગણપતિની પ્રતિમાની (Panchagavya Ganapati idol) ભારે માંગ જોવા મળી રહી છે. વંથલી તાલુકાના કોયલી ગામની મહિલાઓ (Ganapati idolin Koyli village) દ્વારા બનાવવામાં આવેલી પંચગવ્યની ગણેશ પ્રતિનાઓ વહેંચાઈ ગઈ છે. દર વર્ષની માફક આ વર્ષે પંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમાની માંગ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
પંચવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા લોકોને કરી રહી છે આકર્ષિત પંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમાની જોવા મળી માંગ પંચવ્યમાંથી (idol made by panchavya Ganesh) બનેલી ગણપતિની પ્રતિમા આ વર્ષે વિશેષ પ્રમાણમાં ગણપતિના ભક્તોને આકર્ષિત કરી રહી છે. પાછલા કેટલાક વર્ષોથી ગાય આધારિત ગોબર અને પંચક દ્રવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા બજારમાં આવી હતી. ગામડાઓની મહિલાઓ દ્વારા ગાયના ગોબર અને પંચગવ્યમાંથી (idol made by panchavya Ganesh) ગણપતિની પ્રતિમા બનાવવાની શરૂઆત થઈ હતી. જેને આ વર્ષે ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને ગણેશ ચતુર્થી પૂર્વે જ 1200 કરતાં વધુ પ્રતિમાઓ એકમાત્ર વંથલી તાલુકાના કોયલી ગામમાંથી વહેંચાઈ ચૂકી છે. પંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમાને મેળવવા માટે લોકો આકર્ષિત થઈ રહ્યા છે.
પંચવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા આ પણ વાંચોગણપતિનું ક્લેક્શન, અદ્ભૂત, અસાધારણ અને અતુલ્ય
3 ઇંચથી લઈને 11 ઇંચ સુધીની પ્રતિમાઓવંથલી તાલુકાના કોયલી ગામમાં રહેતી મહિલાઓ પંચગવ્યને સ્વરોજગારીનું માધ્યમ બનાવી રહી છે. ભાવના ત્રાંબડીયા પાછલા ઘણા વર્ષથી પંચગવ્યમાંથી (idol made by panchavya Ganesh) રાખડી તોરણ સહિત સુશોભનની વસ્તુઓ બનાવી રહ્યા હતા. જે હવે પંચગવ્યમાંથી ગણપતિની પ્રતિમા પણ બનાવવી રહ્યા છે. 03 ઇંચથી લઈને 9 અને 11 ઇંચની ઊંચાઈમાં પંચગવ્ય અને ગાયના ગોબરમાંથી ગણપતિની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. જે ગ્રાહકોને ખૂબ આકર્ષિત કરી રહી છે. સાથે સાથે પંચગવ્યમાંથી બનેલી પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે પર્યાવરણ માટે પણ ખૂબ લાભકારક છે.
આ પણ વાંચોવડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ
શું કામ ખરીદીનું પ્રમાણ વધુ ગણપતિ વિસર્જન બાદ વિસર્જિત કરાતી ગણપતિની પ્રતિમાઓ નદી સરોવરના ચોખા અને પીવા લાયક પાણીને પ્રદૂષિત કરતા નથી. વધુમાં આ પ્રતિમાઓમાં ગોબર અને પંચગવ્ય હોવાને કારણે તે કેટલાક પાણીના જીવજંતુઓ માટે પણ ખોરાકનું એક માધ્યમ બની રહી છે. જેને કારણે પણ પંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા પર્યાવરણને પણ અનુકૂળ અને ઉપયોગી બની રહેશે. જેને લઈને આ વર્ષે પંચગવ્યના ગણપતિની પ્રતિમાની ખરીદારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. idol made by panchagavya Ganesh chaturthi 2022 in Junagadh, happy ganesh chaturthi 2022