- 15મી સપ્ટેમ્બરથી જૂનાગઢમાં ઘોડે સવારીની તાલીમ શરૂ
- રાજ્યના ગૃહવિભાગ દ્વારા અશ્વ ઉછેર કેન્દ્રમાં તાલીમ શાળા શરૂ કરવાની મંજૂરી
- ઘોડે સવારી કરવા ઈચ્છતા લોકો માટે ફીનું ધોરણ નક્કી કરાયું
જૂનાગઢમાં ઘોડે સવારી શીખતા યુવાનો માટે આગામી 15મી સપ્ટેમ્બરથી શરૂ થશે ઘોડે સવારીની તાલીમ - જૂનાગઢ અશ્વ ઉછેર કેન્દ્ર
જૂનાગઢમાં તા. 15મી સપ્ટેમ્બરથી ઘોડે સવારીની ખાસ તાલીમ શાળા રાજ્યના ગૃહવિભાગે જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે ઘોડે સવારી કરવા ઈચ્છતા લોકોને નિર્ધારિત ફીનું ધોરણ નક્કી કરીને ઘોડે સવારી તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જૂનાગઢ: શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઘોડે સવારીની વિશેષ તાલીમ શાળાની શરૂઆત થવા જઇ રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જૂનાગઢમાં આવેલા અશ્વ ઉછેર કેન્દ્રમાં આ તાલીમ શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને પોલીસ જવાનો દ્વારા ઘોડે સવારી તાલીમમાં રોકવામાં આવેલા તમામ અશ્વોને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અહીં 18 જેટલા અશ્વોને તાલીમ માટે અનામત રાખવામાં આવ્યા છે. જેની ફી નિર્ધારણ પણ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકો, વિદ્યાર્થી અને કર્મચારી એમ બે જૂથમાં ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ જૂનાગઢમાં લોકો ઘોડે સવારીની તાલીમ લેતા જોવા મળશે.