- આજે ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યું છે ગુરુ પૂનમ પર્વ
- ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં ભારતી બાપુની સમાધિનું કરાયું પુજન
- વહેલી સવારથી આશ્રમમાં ભક્તોએ સમાધિના દર્શન કરીને ગુરુ પૂનમની કરી ઉજવણી
જૂનાગઢઃ હિન્દુ ધર્મમાં ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના ( Guru Purnima ) તહેવારની આજે ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં ( Bharti Ashram ) પણ ગુરુ પૂનમના દિવસે સેવકો દ્વારા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજની ( Bharti Bapu ) સમાધિના પૂજન દર્શન કરીને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહ્યાં છે.
ગુરુશિષ્ય પરંપરાનું મહત્વ
હિન્દુ ધર્મમાં ગુરુશિષ્યની પરંપરાને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે વેદ વ્યાસના સમયથી ગુરુ પૂનમના દિવસે ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતા તહેવાર તરીકે ગુરુ પૂનમની ( Guru Purnima ) ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી જે આજદિન સુધી જોવા મળી રહી છે.
મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજની સમાધિના પૂજન દર્શન કરીને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી સેવકો દ્વારા બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું કરાયું પૂજનઆજે ગુરુ પૂનમના પાવન પ્રસંગે મહામંડલેશ્વર ભારતી બાપુની ( Bharti Bapu ) સમાધિનું પૂજન તેમના સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુરુ પૂનમના દિવસે પ્રત્યેક વ્યક્તિ અને સેવકો તેમના ગુરુની વિશેષ પૂજા અને દર્શન કરતાં હોય છે જે સેવકના ગુરુ સાક્ષાત સ્વરૂપે બિરાજી રહ્યાં છે, તેમના પ્રત્યક્ષ દર્શન અને પૂજન કરવાનો લહાવો આજના દિવસે સેવકો મેળવી રહ્યાં છે. બ્રહ્મલીન મહામંડલેશ્વર અને ગુરુઓની સમાધિનું પૂજન કરીને આજના ગુરુ પૂનમના ધાર્મિક તહેવારની સેવકો અને ભાવિકો દ્વારા ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ આજે ગુરુ પૂર્ણિમા : 'કૃષ્ણ વંદે જગતગુરુમ'
આ પણ વાંચોઃ આજે ગુરુ પૂનમ, આવી રીતે કરો ગુરુનું પૂજન