- તૌકતે વાવાઝોડાએ રોપ-વે અપર સ્ટેશન અને દાતાર પર્વત પર નુકસાન કર્યું
- રોપ-વે અપર સ્ટેશનના તેમજ દાતાર પર્વત પર સિમેન્ટ અને લોખંડના પતરાઓ ઉડ્યા
- દાતાર પર્વત પર કોઈ ઈજા કે નુકસાન નહીં તેમજ રોપ-વેને પણ કોઇ નુકસાન નહીં
આ પણ વાંચોઃ બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન
જૂનાગઢઃ તૌકતે વાવાઝોડાને પગલે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા રોપ-વેના અપર સ્ટેશન પર વાવાઝોડા બાદ આવેલા ભારે પવને અપર સ્ટેશન નજીક ઉભો કરવામાં આવેલો લોખંડના પતરાના ડોમના કેટલાક પતરા ભારે પવનને કારણે ઉડી ગયા હતા. બીજી તરફ દાતાર પર્વત પર પણ આ જ પ્રકારે સિમેન્ટ અને લોખંડના પતરાથી ઉભા કરવામાં આવેલા સમીયાણાને પણ નુકસાન થયું છે. દાતાર પર્વત પર કોઈપણ વ્યક્તિને ઈજા થયાના સમાચાર નથી. બીજી તરફ ગિરનાર રોપ-વેને પણ વાવાઝોડાએ કોઈ ખાસ નુકસાન કર્યું નથી.