ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકાર્પણ પહેલા પ્રધાન જવાહર ચાવડાએ ગીરનાર 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત

એશિયાના સૌથી લાંબા ગિરનાર 'રોપ વે' ને શનિવારે વડાપ્રધાન મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરશે. જૂનાગઢમાં મુખ્યપ્રધાન રુપાણીની વિશેષ ઉપસ્થિતિની વચ્ચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે શુક્રવારે લોકાર્પણની પૂર્વ સંધ્યાએ પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ 'રોપ વે' સાઈટની મુલાકાત કરી હતી અને તમામ ગતિવિધિઓની ઝીણવટ પૂર્વક અભ્યાસ કરીને અધિકારીઓ અને ઇજનેરોને તેમના સુચનો આપ્યા હતા.

Minister Jawahar Chawda
લોકાર્પણ પહેલા ગીરનાર 'રોપ વે' સાઈડની પ્રધાન જવાહર ચાવડાએ લીધી મુલાકાત

By

Published : Oct 23, 2020, 6:24 PM IST

  • ગીરનાર 'રોપ વે' નું શનિવારે વડાપ્રધાન મોદી કરશે ઈ-લોકાર્પણ
  • મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરશે લોકાર્પણ
  • લોકાપર્ણ પહેલા જવાહર ચાવડાએ 'રોપ વે' સાઈટની લીધી મુલાકાત

જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા ગિરનાર 'રોપ વે' નું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે લોકાર્પણની પૂર્વ સંધ્યાએ પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ 'રોપ વે' સાઈટની મુલાકાત કરી હતી.

જવાહર ચાવડાએ તમામ ગતિવિધિનું કર્યું નિરીક્ષણ

પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ કાર્યક્રમ અંગે ચાલી રહેલી તમામ ગતિવિધિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તેઓની સાથે જૂનાગઢના વહીવટી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સમગ્ર પ્રોજેક્ટ સાથે જોડાયેલા ઈજનેરો પણ હાજર રહ્યાં હતા.

લોકાર્પણ પહેલા ગીરનાર 'રોપ વે' સાઈડની પ્રધાન જવાહર ચાવડાએ લીધી મુલાકાત

જૂનાગઢમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિતનાઓ રહેશે હાજર

સંત અને શૂરાની ભૂમિ જૂનાગઢમાં એશિયાનો સૌથી લાંબો ગિરનાર 'રોપ વે' બનીને તૈયાર થઈ ગયો છે. જેનું લોકાર્પણ દિલ્હીથી વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરશે. ત્યારે જૂનાગઢમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પર્યટન પ્રધાન જવાહર ચાવડા, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સહિત રાજ્ય મંત્રી પરિષદના કેટલાક પ્રધાનો સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

લોકાર્પણ પહેલા ગીરનાર 'રોપ વે' સાઈડની પ્રધાન જવાહર ચાવડાએ લીધી મુલાકાત

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી દ્વારા 24 ઑક્ટોબરે 3 પ્રૉજેક્ટનું લોકાર્પણ, આ અંગે ETV ભારતે અગ્રેસર રહી રજૂ કર્યો હતો અહેવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિના આઠમના દિવસે ગુજરાતમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં તૈયાર થયેલી યૂ.એન.મહેતા હોસ્પિટલ, જૂનાગઢ ગિરનાર પર તૈયાર થયેલા રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે તેવો એહવાલ 16 ઓક્ટોબરના દિવસે ETV ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details