જૂનાગઢઃ જિલ્લામાં ઓજત અને ભાદર નદીમાં પૂર (Flooding in Ojat and Bhadar river) આવ્યું છે. તેના કારણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર ફરી (Ghed area of Junagadh submerged) જળમગ્ન બન્યો છે. અહીં મોટા ભાગે બગસરા ઘેડ, ફુલરામા, મટીયાણા, કોડવાવ બામણાસા સહિત 50 કરતા વધુ ગામો થોડાક ઘણા અંશે પૂરના પાણીથી પ્રભાવિત થયા છે, જેમાં પશુધનથી લઈને ગામડાનો પ્રત્યેક વ્યક્તિ ચો તરફ પાણીની વચ્ચે પોતાની જાતને નિઃસહાય અનુભવી રહ્યો છે.
ઘેડ વિસ્તાર જળમગ્ન -પાછલા કેટલાય દશકાથી ઘેડ વિસ્તાર વગર વરસાદે ઓજત અને ભાદર નદીમાં પૂરના કારણે જળમગ્ન (Flooding in Ojat and Bhadar river) બની રહ્યો છે. ત્યારે ઓજત અને ભાદર નદીમાં આવેલા અતિભારે પૂરના કારણે ઘેડ વિસ્તાર ફરીથી જળમગ્ન બની રહ્યો છે. વગર વરસાદે ગામના પ્રત્યેક માર્ગ અને પ્રત્યેક ઘર કમર સુધી પાણીમાં જોવા મળી (Flooding in Ojat and Bhadar river) રહ્યા છે.
દશકાઓથી આ મુશ્કેલી યથાવત્ -આ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ઘેડ વિસ્તારના ગામોની છેલ્લા કેટલાય દશકાથી (Junagadh Ghed Area People in Trouble) ચાલી રહી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઘેડ વિસ્તારના ગામડાઓને હજી સુધી બહાર નીકળવાની તક મળી નથી. ત્યારે આવી વિપરિત પરિસ્થિતિમાં પોતાની જાતને અનુકૂળ કરીને પણ ઘેડ વિસ્તારનો મક્કમ માણસ આજે ભારે પૂર સામનો બિલકુલ સહજતાથી કરી રહ્યા છે.
આ પણ વાંચો-NDRFની ટીમે સાદકપર-ગોલવાડ ગામમાં કર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન, આટલા લોકોને બચાવાયા