ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે રાત્રે 12:00થી 400 લોકોની મર્યાદામાં પરિક્રમાર્થીઓને જિલ્લા કલેકટરની મંજૂરી - જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મધ્ય રાત્રીથી ગિરનારની લીલી પરિક્રમા (girnar lili parikrama) શરૂ થવા જઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ આજ મધ્ય રાત્રીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમામાં કોરોના સંક્રમણની તમામ તકેદારી (covid guidelines) સાથે પરિક્રમાર્થીઓને 400ના સંયુક્ત ગ્રુપમાં જવા દેવાની મંજૂરી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આજે રાત્રે 12:00થી 400 લોકોની મર્યાદામાં પરિક્રમાર્થીઓને જિલ્લા કલેકટરની મંજૂરી
આજે રાત્રે 12:00થી 400 લોકોની મર્યાદામાં પરિક્રમાર્થીઓને જિલ્લા કલેકટરની મંજૂરી
author img

By

Published : Nov 14, 2021, 10:55 PM IST

મધ્ય રાત્રીથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ

400 લોકોની મર્યાદામાં પરિક્રમાર્થીઓને જિલ્લા કલેકટરની મંજૂરી

જૂનાગઢ:મધ્ય રાત્રીથી ગિરનારની લીલી પરિક્રમા (girnar lili parikrama ) શરૂ થવા જઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું (the District Collector's approval to the pilgrims) પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ આજ મધ્ય રાત્રીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમામાં કોરોના સંક્રમણની તમામ તકેદારી સાથે પરિક્રમાર્થીઓને 400ના સંયુક્ત ગ્રુપમાં જવા દેવાની મંજૂરી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આજે રાત્રે 12:00થી 400 લોકોની મર્યાદામાં પરિક્રમાર્થીઓને જિલ્લા કલેકટરની મંજૂરી

પરિક્રમાર્થીઓને જંગલમાં રાત વાસો નહીં કરવાની શરતે કલેકટરની મંજૂરી

સમગ્ર મામલાને લઈને ગિરનાર વન વિભાગના નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ પરિક્રમાર્થીઓને જંગલમાં રાત વાસો નહીં કરવાની શરતે અને સાંજે પરત નીકળી જવાની પાલન કરવાની બાહેધરી સાથે પરિક્રમા જવા દેવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. પરિક્રમામાં આવનાર પ્રત્યેક વ્યક્તિએ કોરોનાના બે ડોઝ (covid 2 dose) લીધા હોવાનું ઇચ્છનીય હોય તેવું પણ જિલ્લા પોલીસ અધિક્ષકે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:તમે સૂતા હોય તો જાગોને: મહિલા પરિક્રમાર્થિઓએ ભજનના માધ્યમથી કલેકટરને કરી રજૂઆત

આ પણ વાંચો:ધીમે ધીમે સમજાવટથી પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત થઈ રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details