ગુજરાત

gujarat

ETV Bharat / city

કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વર્તમાન ભુપેન્દ્ર પટેલ સુધી મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં - Pm modi on Revenue simplification

પાછલા 30 વર્ષથી મહેસુલી સરળીકરણ પ્રક્રિયા (Junagadh revenue simplification) હજુ પણ સરળ થવાની રાહમાં આગળ વધી રહી છે. કેશુભાઇ પટેલ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી લઈને વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના સમયગાળા દરમિયાન પણ મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં આજે પણ જોવા મળી રહી છે.

કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વર્તમાન ભુપેન્દ્ર પટેલ સુધી મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં
કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વર્તમાન ભુપેન્દ્ર પટેલ સુધી મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં

By

Published : May 8, 2022, 3:35 PM IST

જૂનાગઢ: આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસુલી સરળીકરણ પ્રક્રિયા (Junagadh revenue simplification) સુધારાની જાહેરાત કરી છે. પાછલા 30 વર્ષથી મહેસૂલી કાયદામાં સુધારાની પ્રક્રિયા સતત પાઇપલાઇનમાં જોવા મળે છે. કેશુભાઈ પટેલના મુખ્યપ્રધાન બનવાથી લઈને અત્યારના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના સમયગાળા દરમિયાન મહેસુલી કાયદા સુધારાની પ્રક્રિયા (The process of amending the revenue law) હજુ જાહેરાતમાંથી બહાર નીકળતી જોવા મળતી નથી, જેનો આજે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયા (Pal Ambaliya on revenue simplification)એ કર્યો છે અને રાજ્ય સરકારની નીતિ અને નિયત ઉપર સવાલો ઊભા કરીને તાકીદે મહેસુલ સરળીકરણ પ્રક્રિયાને કાયદો બનાવે તેવી માંગ કરી છે.

કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વર્તમાન ભુપેન્દ્ર પટેલ સુધી મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં

પાલ આંબલિયાએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા: 30 વર્ષથી જગતનો તાત અટપટા અને અકળાવનારા મહેસુલી કાયદાને લઈને ખૂબ પળોજણમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં કાયદાને લઈને અત્યાર સુધી માત્ર યોજના અને જાહેરાતો બની છે, પરંતુ તેનું અમલીકરણ થયું નથી આવી પરિસ્થિતિમાં સરકાર યોજના અને જાહેરાતો કરવાનું બંધ કરીને ખેડૂતોને આકરા કાયદામાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે પાછલાં 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને એકની એક જાહેરાત ભાજપના મુખ્ય પ્રધાનો અનેક વખત કરી રહ્યા છે.

આ પણ વાંચો:હોસ્પિટલથી નીકળતા જ Navneet Ranaની ચેલેન્જ, કહ્યું- "મારી સામે જીતીને બતાવે"

જાહેરાત કરવા સિવાય કાયદાના સરળીકરણ માટે રાજ્ય સરકાર ક્યારેય ગંભીર જોવા મળી ન હતી. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા ભાજપના દરેક મુખ્યપ્રધાનએ જાહેરાત કરી છે, પણ આજે કામ થતું જોવા મળતુ નથી. સર્વ પ્રથમ વખત વર્ષ 1998માં આ પ્રકારની જાહેરાત જે તે સમયના મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલે કરી હતી. કેશુભાઇની જાહેરાતમાં મામલતદાર સરળીકરણ પ્રક્રિયાનો ઓર્ડર કરે અને પ્રાંત અધિકારી તેને બહાલી આપે તે પ્રકારનો નિયમ કરવામાં આવ્યો હતો. વર્ષ 2006 અને 2008માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહેસૂલી સરળીકરણ (Pm modi on Revenue simplification) પ્રક્રિયાના નિયમમા સુધારાનો ભાગ 1 અને 2નો પરિપત્ર પણ કર્યો હતો. 2008ના પરિપત્રમાં સ્પષ્ટ સૂચનાઓ હતી કે, નવી શરતની જમીનને 15 વર્ષ થઈ ગયા હોય તો આપોઆપ જૂની શરતની જમીન ગણાશે. આવો નિયમ વર્ષ 2008માં નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયો હતો.

આ પણ વાંચો:today love horoscope : આજે મકર રાશિના જાતકોને પ્રેમમાં મળશે ધોખો...

વર્ષ 2012માં નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન કાળ દરમિયાન જે તે સમયના મહેસૂલ પ્રધાન આનંદીબેન પટેલે ફરીથી આ નિર્ણયને મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 468 જેટલા પૃષ્ઠોની નવી જૂની સરતને લઈને એક પુસ્તક માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી, ત્યારબાદ વર્ષ 2015માં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર સુધારાના અમલીકરણને લઈને કલેક્ટરોને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. 15 વર્ષથી ખેડૂતો જે જમીન ખેડતા હોય તેને જૂની શરતોમાં ફરજિયાત પણે ફેરવી આપવી આવું રાજ્ય સરકારે પરિપત્ર કરીને રાજ્યના તમામ જિલ્લા કલેકટરને આદેશ કર્યો હતો, ત્યારે આજે વધુ એક વખત આ જ જાહેરાતો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી છે. જેનો વિરોધ કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલીયા કરી રહ્યા છે.

પાલ આંબલિયા મહેસુલી સરળીકરણ પ્રક્રિયાને સરકારની જાહેરાત જ ગણે :પાછલાં 30 વર્ષથી કેશુભાઈ પટેલથી શરૂ કરીને વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે મહેસુલી સરળીકરણ કાયદાની માત્ર જાહેરાતો કરે છે, સરકાર બદલાવાની સાથે કાયદાની જાહેરાતો નવા મુખ્યપ્રધાન કરી રહ્યા છે, ત્યારે આજે જાહેર કરવામાં આવેલી ભુપેન્દ્ર પટેલ સરકારની મહેસુલી સરળીકરણ પ્રક્રિયામાં નવી શું જોગવાઈઓ છે, તે રાજ્યની સરકાર જાહેર કરે અને અગાઉના મુખ્યપ્રધાન ઓએ કાયદાને લઈને જે જાહેરાતો કરી છે, તે અને આજે કરેલી જાહેરાતોની વચ્ચે શું સમાનતા છે અથવા તો શું નવું છે, તેને લઈને સરકાર સામે આવે તેવી માંગ કરી છે. વધુમાં પાલ આંબલિયા જણાવી રહ્યા છે કે, સી.એમ.મીના કમિટી ક્યારે રચાઈ આ કમિટીમાં કોણ કોણ સભ્યો હતા અને કમિટીએ કરેલી ભલામણો કઈ કઈ છે, તેને લઈને સરકારે જાહેરાતો કરવી જોઈએ તેવી માંગ સાથે ભુપેન્દ્ર પટેલ સરકારે આજે જાહેર કરેલા મહેસુલી સરળીકરણ પ્રક્રિયાને 30 વર્ષથી ચાલતા આવતા નાટક સમાન ગણાવીને તેનો વિરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details