- નદીઓમાં ફેલાઈ રહેલા પ્રદૂષણને લઈને પૂર્વ ધારાસભ્ય મેદાનમાં
- ખેડૂતો સાથે મહેન્દ્ર મશરૂએ પોલ્યુશન બોર્ડના અધિકારીની કરી મુલાકાત
- ખેડૂતોને સાથે રાખીને પ્રદૂષણ બોર્ડના અધિકારી સાથે બેઠક કરી
જૂનાગઢ : શહેરની સ્થાનિક નદીઓમાં પ્રદૂષણના મામલાને લઈને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ મેદાનમાં આવ્યા છે. મહેન્દ્ર મશરુએ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે કરી બેઠક કરી હતી.જિલ્લાની ભાદર ઓજત ઉબેણ લોલ સહિતની નદીઓમાં જેતપુર વિસ્તારમાં આવેલા સાડી ના કારખાનાઓ અને આસપાસમાં આવેલા સાડી ધોવાના ગેરકાયદેસર ઘાટ ને લઈને આ નદીઓ પ્રદૂષિત બની રહી છે.
ખેડૂતો પ્રદૂષણ ને લઈને વિરોધ પ્રદર્શન અને હવે જન આંદોલન કરવાની તૈયારીઓમાં
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પ્રદૂષણ ને લઈને વિરોધ પ્રદર્શન અને હવે જન આંદોલન કરવાની તૈયારીઓ પણ કરી ચૂકયા છે. ત્યારે આજે પ્રદૂષણ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો સાથે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરીને પ્રદૂષણની સમસ્યા પર તાકીદે કોઈ નક્કર નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.