- પોલીસ ચોકી શરૂ કરવાને લઈ જૂનાગઢના પૂર્વ મેયરના સત્યાગ્રહ ધરણાં
- આંબેડકર નગર વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવાનીમાંગ
- પત્ર વ્યવહાર દ્વારા માંગ પૂર્ણ નહીં તથા અંતે પુર્વ મેયરે શરૂ કર્યા ધરણાં
જૂનાગઢ: પૂર્વ મેયર લાખાભાઇ પરમાર આજથી સત્યાગ્રહ ધરણાં (Former Mayor on Protest in Junagadh) પર ઉતરી ગયા છે. તેમણે ETV BHARAT સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, પાછલા કેટલાય સમયથી જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા આંબેડકર નગરમાં પોલીસ ચોકી શરૂ કરવાને લઇને પોલીસ વિભાગને પત્રવ્યવહાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવો નહીં મળતાં અંતે તેઓ સત્યાગ્રહ ધરણાં (Satyagrah Dharna in Junagadh) પર ઉતરી ગયા છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વો વારંવાર ભયનું વાતાવરણ ફેલાવે છે તેવો ઉલ્લેખ પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા પત્ર મારફતે કર્યો છે. આવી પરિસ્થિતીમાં અસામાજીક તત્વો પર કાયદાનો અંકુશ રહે તેને લઈને પોલીસ ચોકી તાકિદે શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે પૂર્વ મેયર લાખાભાઇ પરમારની માંગ પોલીસ વિભાગ દ્વારા મંજુર કરવામાં નહીં આવતા અંતે તેઓ આજથી સત્યાગ્રહ ધરણાં (protest for police chauki ) પર ઉતરી ગયા છે.
પૂર્વ મેયર આજથી અનિશ્ચિત સમય માટે સત્યાગ્રહ ધરણા પર