ગુજરાત

gujarat

ETV Bharat / city

Fertilizer Price Hike Gujarat: રાસાયણિક ખાતરોના ભાવ વધારો ખેડૂતો પર અત્યાચાર, કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી - ગુજરાતમાં ખેડૂતોનો વિરોધ

રાસાયણિક ખાતરોના ભાવ વધારા (Fertilizer Price Hike Gujarat)ને કિસાન કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર ગણાવ્યો છે. સાથે જ કિસાન કોંગ્રેસે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા DAPમાં 150 અને NPKમાં 285 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

રાસાયણિક ખાતરોના ભાવ વધારાને કિસાન કોંગ્રેસે ગણાવ્યો ખેડૂતો પર અત્યાચાર
રાસાયણિક ખાતરોના ભાવ વધારાને કિસાન કોંગ્રેસે ગણાવ્યો ખેડૂતો પર અત્યાચાર

By

Published : Apr 2, 2022, 7:23 PM IST

જૂનાગઢ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022) પૂર્વે વિરોધ થવાની શક્યતાને જોતા કેન્દ્ર સરકારે ખાતરોના ભાવ વધારા (Fertilizer Price Hike Gujarat)નો નિર્ણય સ્થગિત કર્યો હતો. આ ભાવ વધારો આજે ખેડૂતો પર લાદી દેવામાં આવ્યો છે. DAP (DAP fertilizer price hike) અને NPK ખાતર (NPK fertilizer price hike)માં અનુક્રમે 150 અને 285 રૂપિયા પ્રતિ બોરીદીઠ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો અસહ્ય માનવામાં આવી રહ્યો છે. કિસાન કોંગ્રેસે (Kisan Congress Junagadh) કેન્દ્ર સરકાર દ્વારા ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને ખેડૂતો પર થયેલા અત્યાચાર સમાન ગણાવ્યો છે. કેન્દ્ર સરકારની ખેડૂત અને ખેતીને પાયમાલ કરવાની નીતિના વિરોધ (Farmers Protest In Gujarat)માં આગામી દિવસોમાં કિસાન કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન (Protest In Gujarat) કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

કિસાન ઉગ્ર આંદોલનની આપી ચીમકી.

5 રાજ્યોની ચૂંટણીના કારણે ભાવ વધારો રોકી દીધો હતો- પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે રાસાયણિક ખાતરમાં ખાતરોની નિર્માણ કરતી કંપનીઓએ મસમોટો ભાવ વધારો જાહેર કર્યો હતો. ચુંટણીના સમયે ખાતરમાં થયેલો ભાવ વધારો કેન્દ્ર સરકારે લટકાવી રાખ્યો હતો જેને આજે ફરી લાગુ કરી દેવામાં આવ્યો છે. થોડા સમય પૂર્વે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ એવી શક્યતાઓ વ્યક્ત કરી હતી કે, રાસાયણિક ખાતરોના ભાવમાં ખૂબ મોટો વધારો આંતરરાષ્ટ્રીય બજારોને કારણે આવી શકે તેમ છે. ત્યારે આજે રાસાયણિક ખાતરોમાં થયેલા ભાવ વધારાને કારણે ખેડૂતો (Farmers In Gujarat)ને પડતા પર પાટું પડી રહી છે, જેનો વિરોધ કિસાન કોંગ્રેસ કરી રહી છે.

આ પણ વાંચો:Fertilizer price hike 2022 : ખેડૂતોની આવક તો બમણી ન થઈ પણ ખર્ચ ત્રણ ગણાં થઈ ગયા, ખાતરના ભાવ વધારા સામે ભારે રોષ

કેન્દ્ર આફતને અવસરમાં ફેરવી રહી છે- પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ માધ્યમોને ખાતરના ભાવ વધારાને લઈને માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આફતને જાણે કે અવસરમાં પરિવર્તિત કરીને જગતના તાત અને ખેતીને એક માત્ર લૂંટવાના ઇરાદે કામ કરી રહી હોય તે પ્રકારે ખાતરમાં અસહ્ય ભાવ વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે યુદ્ધ (Ukraine Russia War) અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધારાને આગળ ધરીને દેશના ગરીબ ખેડૂતોને લૂંટવાના મનસૂબા સાથે ખાતરનો ભાવ વધારો જાહેર કર્યો છે. જેને કિશાન કોંગ્રેસ અયોગ્ય માની રહી છે. સરકાર તાકીદે ભાવ વધારો પરત ખેંચે તેવી માંગ પણ પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ કરી છે.

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવ વધારાની કરી હતી આગાહી.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને પગલે સાયકલ લઈને પહોંચ્યા વિધાનસભા

રાસાયણિક ખાતરમાં ભાવ વધારો ન કરવો ઘણું મુશ્કેલ-ઇફ્કોના ચેરમેન સહકારી અગ્રણી અને પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ પણ થોડા દિવસ પૂર્વે રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો આવશે એવું સૂચક નિવેદન કર્યું હતું. દિલીપ સંઘાણીનું નિવેદન આજે શબ્દશ: સાચું પડી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે દિલીપ સંઘાણીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી અને ખાતરના ઉત્પાદન અને આયાત કરવાને લઈને વિગતવાર ચર્ચાઓ કરી હતી. ખાતરનું ઉત્પાદન અને તેની આયાતને લઈને રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો ન કરવો ખૂબ મુશ્કેલ બાબત છે તેવું તેમણે એક અઠવાડિયા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ કહ્યું હતું. જે આજે શબ્દશ: સાચું પડી રહ્યું છે અને ખેડૂત પર વધુ એક વખત મોંઘવારીના માર સમો રાસાયણિક ખાતર નો ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details