જૂનાગઢઃ વર્ષ 2022નો સૂર્યોદય ખેડૂતો માટે નવી ચિંતા લઈને આવ્યો છે. વર્ષના પ્રારંભના દિવસોએ રાસાયણિક ખાતર પોટાશના ભાવો અંદાજિત 600 રૂપિયા કરતાં વધુનો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને ઇફકોના ચેરમેન અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ માધ્યમોને ભાવ વધારાને (Fertilizer price hike 2022 ) લઇને માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા દેશમાં પોટાસ 100 ટકા આયાતી ખાતર છે. જેને લઇને વૈશ્વિક બજારોના વલણો અને તેમાં થતાં ફેરફારો આધારિત આપણાં દેશમાં પોટાશની કિંમત નિર્ધારણ થતી હોય છે. ત્યારે આ ભાવવધારો આંતરરાષ્ટ્રીય પરિબળોને (Potash imports 2022) કારણે થયો છે એવું નિવેદન ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ (IFFCO chairman Dilip Sanghani) આપ્યું છે.
આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદારઃ સંઘાણી
સંઘાણીએ કહ્યું કે આપણા દેશમાં પોટાશ સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. પોટાશનું ઉત્પાદન આપણા દેશમાં આજદિન સુધી થયું નથી. ત્યારે પોટાશમાં થઈ રહેલા ભાવવધારા પાછળ વૈશ્વિકસ્તરના બજારો અને તેના ઉત્પાદનની સાથે વિશ્વના દેશોમાં પોટાશની માગ અને તેના પુરવઠાના સમપ્રમાણમાં ભાવોમાં વધઘટ જોવા મળતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં થયેલો ભાવવધારો (Fertilizer price hike 2022 ) આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે થયો છે તેવું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી (IFFCO chairman Dilip Sanghani) માની રહ્યાં છે.
પ્રતિ ટન દીઠ 980 ડોલર ભાવ
દિલીપ સંઘાણીએ (IFFCO chairman Dilip Sanghani)જણાવ્યું હતું કે ગત વર્ષ 2021માં ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પોટાશનો ભાવ પ્રતિ ટન દીઠ 300 ડોલર હતો. જે વર્ષ 2022માં વધીને 980 ડોલર પર (Potash imports 2022) પહોંચી ગયો છે જેને કારણે પોટાશ અને પોટાશથી બનતા રાસાયણિકખાતરોના ભાવોમાં એકાએક અસહ્ય વધારો થયો છે. વાત પોટાશની પ્રતિ એક બોરીના ભાવોની કરીએ તો વર્ષ 2021ના એપ્રિલ મહિનામાં એક બોરીની કિંમત 850 રૂપિયા ભારતીય બજારોમાં હતી, જે વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં તોતિંગ કહી શકાય તેવા 1700 રૂપિયા પ્રતિ બોરીના ભાવ (Fertilizer price hike 2022 ) પર પહોંચી ગઈ છે જે ખેડૂતોને કમર તોડી રહી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022માં જગતના તાતની આવક બમણી થવાનો વાયદો કર્યો હતો, પરંતુ ખેડૂતોની આવક બમણી થવાની જગ્યા પર ઊલટાનું જાવક ચાર ગણી વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં જગતનો તાત નવા વર્ષના પ્રથમ દિવસે જ ભારે વિમાસણમાં મૂકાયો છે.