ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘેડ વિસ્તારના ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરાતાં ખેડૂતોને આવ્યો રોવાનો વારો - રાહત પેકેજ માટે ખેડૂતોની માગ

જૂનાગઢમાં ઘેડ વિસ્તારના ખેતરમાં ઘૂટણસમા પાણી (Heavy Rain in Junagadh) ભરાઈ ગયા છે. આના કારણે મગફળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે સરકાર રાહત પેકેજ જાહેર કરે તે માટે ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

ઘેડ વિસ્તારના ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરાતાં ખેડૂતોને આવ્યો રોવાનો વારો
ઘેડ વિસ્તારના ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરાતાં ખેડૂતોને આવ્યો રોવાનો વારો

By

Published : Jul 16, 2022, 1:56 PM IST

જૂનાગઢઃ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં (Heavy Rain in Junagadh) આવ્યું હતું. તેના કારણે ઘેડ વિસ્તારમાં ભાદર અને ઓજત નદીના ફરી પાણી ફરી વળ્યા છે. ત્યારે 50થી વધુ ગામોમાં મગફળીના પાકને નુકસાન થયું (Damage to groundnut crop) છે. હજી સુધી ખેતરમાં ઘૂટણસમા પાણી જોવા મળી રહ્યા (Junagadh Farmers in Trouble) છે.

પૂરના પાણીમાં મગફળીનો પાક થયો નષ્ટ -છેલ્લા 2 દિવસથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર પૂરના (Heavy Rain in Junagadh) પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. અહીં ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ભાદર અને ઓજત નદીમાં પૂરના રૂપમાં (Flooding in Bhadar and Ojat river) ધસમસતુ પ્રવાહીત થતા આ પાણી ઘેડ વિસ્તારના 50થી વધુ ગામોના ખેતરોને જળમગ્ન કરી દીધા છે.

હવે સરકાર રાહત પેકેજ જાહેર કરે તે માટે ખેડૂતો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે

આ પણ વાંચો-વરસતા વરસાદની વચ્ચે સિંહોએ માણી ન્હાવવાની મજા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ખેતરોમાં કમર સુધીના પાણી ભરાયા - ઘેડ વિસ્તારના મોટા ભાગના ખેતરોમાં અત્યારે કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આજથી 48 કલાક પૂર્વે જ્યાં મગફળીનો પાક જોવા (Damage to groundnut crop) મળતો હતો. તેવા તમામ ખેતરો આજે વરસાદી અને પૂરના પાણીથી નદી સમાન દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો-ઘેડના આ ચિંતાજનક દ્રશ્યો ડ્રોનમાં થયા કેદ

રાહત પેકેજ માટે ખેડૂતોની માગ -ઘેડ વિસ્તારના મોટા ભાગના ખેતરો આજે નદી સમાન ભાસી રહ્યા છે. આજથી 48 કલાક પૂર્વે જ્યાં મગફળી અને સોયાબીનનો લીલોછમ પાક લહેરાઈ રહ્યો હતો. ત્યાં આજે કમર સુધીના પૂરના પાણી જોવા મળી રહ્યા છે. તો ખેડૂતોનો મહામૂલો મગફળી અને સોયાબીનનો પાક નષ્ટ થયો છે. સાથે સાથે ખેતીલાયક જમીનનું પણ ધોવાણ થયું છે. આના કારણે જગતના તાતની ચિંતા બેવડાઈ રહી છે. ખાસ કરીને ચોમાસુ કૃષિ પાકોનું તેનું કોઈ આર્થિક વળતરના રૂપમાં પેકેજ જાહેર કરે (Farmers demand for relief package) તેવી માગ ઘેડનો પૂરગ્રસ્ત ખેડૂતો કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details