- ઘેડ પંથકમાં પડેલા વરસાદને કારણે મોટા ભાગના ખેતરો બન્યા પાણીથી તરબતર
- બે દિવસઃ પૂર્વે પાણીની રાહમાં સુકાઈ રહેલા ખેતરો આજે પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે
- પાણી વગર ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સામે અતિવ્રુષ્ટિ નો ખતરો ઉભો થયો
જુનાગઢ: પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિની વચ્ચે હવે જુનાગઢની સાથે ઘેડ પંથકના ખેતરમાં પુરનું પાણી ફરી વળ્યું છે. જેને કારણે તમામ ખેતરો વરસાદી પાણી ભરાયા છે. બે દિવસ પૂર્વે આજ ખેતર ચોમાસાના વરસાદને લઈને સૂકા ભઠ્ઠ જોવા મળતા હતા પણ 48 કલાક બાદ વાતાવરણમાં આવેલા પલટાને કારણે દ્રશ્યો બિલકુલ બદલાયેલા જોવા મળી રહ્યા છે. બે દિવસ પૂર્વે જગતનો તાત ચોમાસુ પાક દુષ્કાળને કારણે નિષ્ફળ જવાની ભીતિમાં ચિંતિત હતો હવે આજે જગતનો તાત અતિવૃષ્ટિ થવાને કારણે ચોમાસુ પાક નિષ્ફળ થવાની ચિંતામા જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચ : ગણપતિને પ્રિય મોદક બનાવો ચોકલેટથી