ભીમ અગિયારસનું મુહૂર્ત છતા વાવણી નથી કરી રહ્યા જૂનાગઢના ખેડૂતો - ભીમ અગિયારસ
ભારતની પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન ભીમ અગિયારસના દિવસે ધરતીપુત્રો વાવણી કાર્ય શરૂ કરતાં હોય છે. પરંતુ કોરોના વાઇરસનો હાહાકાર અને વાવાઝોડાની આશંકા જેવી વિપરીત પરિસ્થિતિમાં આજે વાવણી માટેનું શુભ મુહૂર્ત ભીમ અગિયારસનો દિવસ હોવા છતાં ધરતીપુત્રો વાવણી કાર્યથી અળગાં રહ્યાં હતાં.
ભીમ અગિયારસનું મુહૂર્ત છતાં વાવણી નથી કરી રહ્યાં જૂનાગઢના ખેડૂતો
જૂનાગઢઃ ભીમ અગિયારસનું ધાર્મિક પરંપરાઓ મુજબ ખૂબ જ મહત્વ છે. આજના દિવસે ખેડૂતો ચોમાસુ ખેતીની વાવણીનો શુભારંભ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસનો ખતરો અને વાવાઝોડાના ભય વચ્ચે જગતનો તાત સૂડી વચ્ચે સોપારી જેવી હાલતમાં મૂકાઈ જતાં વાવણી માટેનું શુભ અને અતિ મંગલ મુહૂર્ત એવા ભીમ અગિયારસના દિવસે ધરતીપુત્રોએ વાવણી કાર્ય કરવાથી પોતાની જાતને અળગી રાખી છે.