- તૌકતે વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં પડી શકે છે અતિભારે વરસાદ
- વાવાઝોડુ હાલ વેરાવળથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 1,010 કિલોમીટરે થયું સ્થિર
- રવિવારથી વાવાઝોડાની અસરો વધી શકે
જૂનાગઢઃ સૌરાષ્ટ્ર પર તૌકતે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. હાલ આ વાવાઝોડુ દક્ષિણ ભારતના દરિયા કિનારાથી દૂર સક્રિય થયું છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે આગામી 18 તારીખ અને મંગળવાર સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાશે તેવી પ્રબળ શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસર નીચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને દીવ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. જેથી લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગે સૂચના આપી છે.
આ પણ વાંચોઃ કચ્છમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે 3 દિવસમાં 496 માછીમારી બોટ પરત ફરી