જૂનાગઢ: આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતી (Birth Anniversary of Swami Vivekananda) છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં પાછલા 120 વર્ષ કરતાં વધુ સમયથી વાચકોને વાંચનની સુવિધા પુરી પાડતાવિવેકાનંદના જીવનચરિત્ર (biography of vivekananda) અને તેમના વિચારો તેમજ તેમની ભારત અને ભારત બહારની યાત્રાઓ (swami vivekananda's travel in India) તેમના દ્વારા યોજવામાં આવેલી ધર્મસભાના આયોજન અંગેના પુસ્તકોનું એક પ્રદર્શન (Exhibition Of Books On Vivekananda) સરકારી પુસ્તકાલયમાં (government library junagadh)યોજવામાં આવ્યું હતું.
યુવાનો સ્વામીજીના જીવનચરિત્ર અને વિચારોને જીવનમંત્ર બનાવે
આ પ્રદર્શનમાં વિવેકાનંદના જીવનચરિત્ર, તેમના વિચારો અને તેમની વિદેશ મુલાકાત (swami vivekananda foreign trip) પર દેશ અને દુનિયાના લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું, જેનો લાભ જૂનાગઢના લોકોએ લઈને સ્વામીજીના જીવનચરિત્રનો ઇતિહાસ વાગોળ્યો હતો. આજના સ્વામી વિવેકાનંદના વિચારો તેમના જીવનચરિત્ર પર દેશ અને દુનિયાના લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તકો (books written on swami vivekananda)ના પ્રકાશનનો એકમાત્ર હેતુ એ હતો કે ભારતનો યુવાન યુગપુરુષ સ્વામી વિવેકાનંદના વિચાર આચરણ અને તેમની જીવન પદ્ધતિ વિશે ગહન ચિંતન અને અભ્યાસ કરે.