ગુજરાત

gujarat

ETV Bharat / city

મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ મેળવેલા સાહિત્યકાર દાદુદાન ગઢવીના પરિવાર સાથે ETV ભારતનો વિષેય સંવાદ

ગીરના હીર દાદુદાન ગઢવી (Padma Shri Award winning writer Dadudan Gadhvi)ને મરણોપરાંત સાહિત્યમાં તેમના દ્વારા કરવામાં આવેલા સર્જન અને સેવાને વિશેષ મહત્વ આપીને કેન્દ્ર સરકાર દ્વારા તેમને મરણોપરાંત પદ્મશ્રી પુરષ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. દાદુદાનની હયાતીમાં તેમને પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)ની જાહેરાત થઈ હતી, પરંતુ એવોર્ડ સમારંભનું આયોજન થાય તે પૂર્વે દાદુદાન ગઢવી સ્વર્ગવાસી થયા હતા, ત્યારે તેમનો મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ સ્વીકારીને આવેલા તેમના પુત્ર જીતુદાન ગઢવી સાથે ઈ-ટીવી ભારતે દાદબાપુના જીવન અને તેમના સાહિત્યના સર્જન વિશે વિગતે વાર્તાલાપ કર્યો હતો.

By

Published : Nov 13, 2021, 7:35 AM IST

મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ મેળવેલા સાહિત્યકાર દાદુદાન ગઢવીના પરિવાર સાથે ETV ભારતનો વિષેય સંવાદ
મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ મેળવેલા સાહિત્યકાર દાદુદાન ગઢવીના પરિવાર સાથે ETV ભારતનો વિષેય સંવાદ

  • મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ મેળવેલા સાહિત્યકાર દાદુદાન ગઢવી
  • દાદુદાન ગઢવીના પરિવાર સાથે ETV ભારતનો વિષેય સંવાદ
  • જીતુદાન ગઢવી સાથે ઈ-ટીવી ભારતે દાદબાપુના સાહિત્યા સર્જન વિશે કર્યો વાર્તાલાપ

જૂનાગઢ:આ સંવાદમાં દાદબાપુના સાહિત્યસર્જનથી લઈને પદ્મશ્રી એવોર્ડ મળવા સુધીના ઇતિહાસને ફરી એક વખત ETV ભારતના દર્શકો માટે જીવંત થયાની અદભુત પળો મળી રહી છે.

મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ મેળવેલા સાહિત્યકાર દાદુદાન ગઢવીના પરિવાર સાથે ETV ભારતનો વિષેય સંવાદ

સવાલ: ગીરના હીર એવા દાદુદાન ગઢવીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા દાદુદાનની સાહિત્યની સફર કેવી હતી?

જવાબ: ગીર કાંઠાના હિરણ નદી સમીપે આવેલા ઈશ્વરીયા ગામના દાદુદાન ગઢવીએ પંદર વરસની આયુથી સાહિત્યની સફરનું ખેડાણ જીવનના ૮૧ વર્ષ સુધી કર્યું, તેમની સાહિત્યની સફર દરમિયાન અનેક રચનાઓ કવિતાઓ દુહા આજે પણ લોક સાહિત્યના એક ઘરેણા સમાન માનવામાં આવે છે અને આ ઘરેણાની કદર કરીને દાદુદાન ગઢવીને મરણોપરાંત સાહિત્ય ક્ષેત્રમાં ઉત્તમ સર્જન કરવા માટે પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)થી નવાજવામાં આવ્યા.

સવાલ: સાહિત્યનું સર્જનએ કોઈ નાનીસૂની વાત નથી, નાના એવા ઈશ્વરીયા ગામથી શરૂ થયેલી સાહિત્યના સફરની દાદુદાનની સાધના કેવી હતી?

જવાબ:ચારણી સાહિત્ય ગઢવી સમાજને વારસામાં મળતુ હોય છે, આ સાહિત્ય અને વારસામાં મળેલા સાહિત્યને ઉજાગર કરવાના કલા વારસાના ભાગરૂપે તેમને 81 વર્ષની ઉંમરે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેને કલા સાધનાનું સર્વોત્તમ શિખર માનવામાં આવે છે. 15 વર્ષની ઉંમરે સાહિત્યના સર્જનની શરૂઆત 81 વર્ષની ઉંમરે સાહિત્યમાં જ સર્જન માટે સર્વોત્તમ સન્માન પ્રાપ્ત કરવુ તે દાદુદાદા (Padma Shri Award winning writer Dadudan Gadhvi)ના સાહિત્ય સફરની આછેરી ઝલક આપી જાય છે. આજે પણ ગુજરાતી સાહિત્યમાં દાદ કાગ અને મેઘાણી સાહિત્યના ત્રણ ઘરેણા માનવામાં આવે છે.

સવાલ: દાદુદાનની સાહિત્ય સફરની અનેક રચનાઓ રાજ નેતાઓને પણ પ્રભાવિત કરી ગઈ આ વિશે તમે શું માનો છો?

જવાબ: જે તે સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ કેશુભાઇ પટેલને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે દાદુદાન ગઢવી તેમને સ્વયં મળ્યા હતા, કેશુભાઈ પટેલે તેમની રચના કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો આવી અદભુત રચનાને ખૂબ બિરદાવીને રાજ્યમાં પ્રથમ વખત "કુંવરબાઈનું મામેરું" યોજના શરૂ કરવાનો વિચાર દાદુદાન ગઢવીની હાજરીમાં મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે વ્યક્ત કર્યો અને જે આજે પણ અવિરત પણે ચાલી રહ્યો છે.

સવાલ: વડાપ્રધાન મોદી પણ દાદુદાનના પ્રસંશક છે, દેશની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ દાદુદાનના સાહિત્યની કદરદાન છે, તેના વિષે તમે શું કહેશો?

જવાબ:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ સ્વિકાર્યા બાદ દાદુદાન ગઢવીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પરીવારના સભ્યો સાથે દાદુદાનની સાહિત્ય સફરને તેમણે વાગોળી હતી, આજે પણ વડાપ્રધાન મોદી દાદુદાન ગઢવીની સાહિત્ય રચનાને લઇને જાહેર માધ્યમોમાં પણ તેમનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે દાદુદાનને આજે મળેલું સાહિત્યનું સન્માન પદ્મશ્રી સાહિત્યને સમર્પિત હોવાનું આદર્શ દષ્ટાંત પૂરું પાડી રહ્યું છે.

સવાલ: સાહિત્યના અનમોલ ઘરેણા સમાન દાદબાપુને સાહિત્ય સભર શ્રદ્ધાંજલિ શું હોઈ શકે?

જવાબ:15 વર્ષની આયુથી શરૂ થયેલું સાહિત્યનું ખેડાણ ૮૧ વર્ષે પદ્મશ્રી સુધી પહોંચ્યું છે, 81 વર્ષની સાહિત્યની સફરને સાહિત્યના સથવારે અને ખાસ કરીને દાદ પરિવારના સભ્ય તરીકે દાદ બાપુને સાહિત્યરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી ખૂબ જ મુશ્કેલ બને છે, પરંતુ સાહિત્યનું આટલું મોટું ખેડાણ સાહિત્ય ક્ષેત્રમાં પદ્મશ્રી સુધીનું સન્માન અપાવી જાય તેનાથી મોટી શ્રદ્ધાંજલિ સાહિત્યકાર અને કવિ દાદબાપુને બીજી શું હોઈ શકે?

આ પણ વાંચો:ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ

આ પણ વાંચો:કાશ્મીર અને આસામ સહિત દેશના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડી રહી છે કેન્દ્ર સરકાર: દર્શના જરદોશ

ABOUT THE AUTHOR

...view details