- જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર માણાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ
- માણાવદર તાલુકાના પાજોદમાં ધોધમાર 8 ઈચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા
- જિલ્લાના માંગરોળ, જૂનાગઢ, વંથલી અને વિસાવદર પંથકમાં પણ પડ્યો વરસાદ
જૂનાગઢ: જિલ્લામાં મેઘરાજાએ રવિવારે ધમાકેદાર બેટિંગ કરતાં જૂનાગઢ સહિત જિલ્લાના અન્ય તાલુકાઓ માણાવદર, વંથલી, વિસાવદર, માંગરોળ અને જૂનાગઢ તાલુકામાં 1 થી લઈને 8 ઈંચ સુધીનો ધોધમાર વરસાદ (heavy rain) પડતા જિલ્લામાં વરસાદી હેલીનું વાતાવરણ સર્જાયું છે. રવિવારના દિવસે જિલ્લામાં સૌથી વધુ વરસાદ (rain) માણાવદર તાલુકામાં જોવા મળ્યો છે. તાલુકાના પાજોદમાં 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. માણાવદર તાલુકાના લીંબુડા અને બુંદીમાં 6, મટીયાણામાં 5 અને માણાવદર શહેરમાં 3 ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની સિઝન (monsoon season)નો માણાવદર તાલુકામાં આ પ્રથમ વરસાદ હતો જેને લઇને હવે વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે. જેથી ખેડૂતો (farmers) માં પણ નવી આશાનો સંચાર થઇ રહ્યો છે.
આ પણ વાંચો: Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ