જૂનાગઢસમગ્ર રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન ગરબાનું (Navratri Festival ) વિશેષ મહત્વ જોવા મળે છે. આવા જ એક ગરબા છે (prachin garba) ભૂવા રાસ (bhuva raas in Junagadh). સૌરાષ્ટ્રમાં આજે પણ આપ્રાચીન ગરબીનું વિશેષ મહત્વ જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને જૂનાગઢમાં તેનું મહત્વ જોવા મળે છે. ત્યારે અહીં પ્રાચીન ગરબીમાં ભૂવા રાસ રજૂ થયો હતો. આ રાસને નવરાત્રિનું નજરાણું માનવામાં આવે છે અને પ્રાચીન પરંપરા મુજબ (prachin garba) થતી ગરબી મંડળમાં રાસ પર ખૂબ પ્રખ્યાત રાસ તરીકે ગણવામાં આવે છે
બાળકીઓએ રજૂ કર્યા ભૂવા રાસ, અહીં માતાજી સ્વયં ગરબે ઘૂમવા આવતા હોવાની માન્યતા
જૂનાગઢમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન ગરબીનું (prachin garba) આજે પણ મહત્વ જોવા મળે છે. અહીં પ્રાચીન ગરબીમાં ભૂવા રાસ (bhuva raas in Junagadh) રજૂ કરવામાં આવ્યા હતા. તેને નવરાત્રિનું (Navratri Festival ) નજરાણું માનવામાં આવે છે.
પરંપરાને ઉજાગર કરતા ગરબા નવરાત્રિના ત્રણ દિવસો પૂર્ણ થયા છે. ત્યારે હવે ધીમે ધીમે ગરબાની રંગત જામતી જોવા મળી રહી છે. જૂનાગઢમાં અનેક જગ્યા પર પ્રાચીન ગરબાનું (prachin garba) આયોજન થયું છે, જેમાં સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિની (sanatana hindu dharma) પરંપરાને ઉજાગર કરતા ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં ભુવા રાસ (bhuva raas in Junagadh) પણ સામેલ છે. તો પ્રાચીન ગરબીમાં ભાગ લેનાર પ્રત્યેક ગરબે ઘૂમતી બાળકીઓ આ ભૂવારાસ માં સામેલ થાય છે.
માતાજી સ્વયં ગરબે ઘૂમવા આવતા હોવાની માન્યતા કહેવાય છે કે, ભુવા રાસ (bhuva raas in Junagadh) દરમિયાન જગદંબા કોઈ એક બાળકીના રૂપમાં ગરબે ઘૂમવા ચોક્કસ આવે છે અને ભૂવા રસ માતાજીને આવવા મજબૂર પણ કરે છે. આથી આ રાસ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. એવી ધાર્મિક પરંપરાશ સાથે જોડાયેલી છે કે, ગરબે ઘૂમતી કોઈ એક બાળકીમાં જગત જનની માં જગદંબા સ્વયમ્ આવે છે અને તેના શરીરમાં પ્રવેશીને ભૂવા રાસમાં (bhuva raas in Junagadh) ભાગ લે છે. આ રાસને જોવા પણ સમગ્ર જૂનાગઢ શહેરમાંથી લોકો ખૂબ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે છે.