જૂનાગઢઃ કોર્પોરેશનમાં સામેલ સરગવાળા ગામના લોકો 15 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો સામનો (Drinking water problem in Sargawala village) કરી રહ્યા છે. કોર્પોરેશન વિસ્તારમાં સામેલ અને વોર્ડ નંબર 1માં આવતા સરગવાળા ગામમાં પીવાના પાણીની કોઈ કાયમી અને નક્કર વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી રહી. સરગવાળા ગામમાં પીવાના પાણીની સમસ્યા (Water Problem in Junagadh) એક, બે નહીં પરંતુ છેલ્લા 15 વર્ષથી છે. આ સાથે જ માનવામાં જ ન આવે કે આ ગામ પણ કોર્પોરેશન હેઠળ આવે છે.
ભરબપોરે પીવાના પાણી માટે જવું પડે છે દૂર ભરબપોરે પીવાના પાણી માટે જવું પડે છે દૂર - જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ તાલુકાનું સરગવાળા ગામ આજે પણ પાણી માટે વલખાં મારી રહ્યું છે. અધૂરામાં પૂરું અત્યારે ઉનાળો ચાલી રહ્યું હોવાથી પાણીની સમસ્યા ગંભીર બની છે. અહીં ઉનાળા દરમિયાન પણ લોકોએ પીવાના પાણી માટે દૂરદૂર સુધી પાણી ભરવા જવું પડે છે.
કોર્પોરેટરે પાણી અંગે મહિલાઓને અપાવ્યો વિશ્વાસ વહીવટી તંત્ર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ આ પણ વાંચો-Water Scarcity In Vadodara: વડોદરામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત ગૃહિણીઓ પહોંચી મ્યુનિસિપલ કમિશ્નર કચેરીના દરવાજે, જાણો પછી શું કર્યું
વહીવટી તંત્ર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ - આ સાથે જ જાણી શકાય છે કે, આજ દિન સુધી જૂનાગઢ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સરગવાળા ગામના લોકોને પીવાનું પાણી (Drinking water problem in Sargawala village) પણ પૂરું પાડી શકી નથી. તેને લઈને ગામની મહિલાઓ મહાનગરપાલિકા તંત્ર સામે આક્ષેપો અને આક્રોશ સાથે આગામી દિવસોમાં મહાનગરપાલિકા તંત્ર સામે પીવાના પાણીને લઈને (Water Problem in Junagadh) કોઈ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
લોકો પાણી ભરવા દૂર જઈ રહ્યા છે આ પણ વાંચો-પાણીનો પ્રાણ પ્રશ્ન : કચ્છીઓ અસ્તિત્વ માટે જાણો કેવી રીતે કરી રહ્યા છે સંઘર્ષ
મહિલાઓની ફરિયાદ સાચી હોવાનો સ્થાનિક કોર્પોરેટરે કર્યો સ્વીકાર - અહીં વોર્ડ નંબર 1ના ભાજપના સ્થાનિક કોર્પોરેટર અશોક ચાવડાએ (Junagadh BJP corporator Ashok Chavda) પણ આ વાતને સ્વીકારી હતી. તેમણે સરગવાળા ગામની મહિલાઓની પીવાના પાણીની સમસ્યાને (Drinking water problem in Sargawala village) સાચી હોવાનું કહી તેમનું સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી સરગવાળા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરવામાં નથી આવી, પરંતુ વર્તમાન સમયના સમગ્ર ગામને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા પ્રત્યેક ઘર માટે મનપા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા પીવાનું પાણી પણ નથી આપી શકતી કોર્પોરેટરે પાણી અંગે મહિલાઓને અપાવ્યો વિશ્વાસ - કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જૂનાગઢ મનપાના સત્તાધીશો દ્વારા પણ પીવાના પાણીની પાઈપલાઈનનું કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપતાં જ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા પૂર્વવત્ બનશે. છેલ્લા 15 વર્ષથી મહિલાઓની પાણી મેળવવાને (Drinking water problem in Sargawala village) લઈને જે વલોપાત છે. તે પૂર્ણ થતી જોવા મળશે, પરંતુ આ વ્યવસ્થા કાર્યરત્ થવાના કારણે હજી પણ થોડોક સમય લાગી શકે છે, પરંતુ મહાનગરપાલિકા તંત્રે નક્કર આયોજન કર્યું છે અને આગામી દિવસોમાં સરગવાળા ગામની પીવાના પાણીની સમસ્યા (Water Problem in Junagadh) દૂર થશે. તેવો વિશ્વાસ ETV Bharat સાથેની વાતચીતમાં સ્થાનિક કોર્પોરેટર અશોક ચાવડાએ સરગવાળા ગામની મહિલાને અપાવ્યો હતો.