જુનાગઢ:અમદાવાદ અને નર્મદા કાંઠે(Bharti Ashram on banks of Narmada) આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી ગઇકાલે રાત્રીના સમયે વડોદરાના કપુરાઈ નજીક આવેલા હનુમાનદાદાની મંદિર નજીકથી ગુમ થયાની પોલીસ ફરિયાદ વડોદરાના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થથતાં વડોદરા પોલીસે ગુમ થયેલા હરિહરાનંદ ભારતીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરા અને નર્મદા આશ્રમના મહંતની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Disappearance of Hariharanand Bharti Bapu બાપુ ગુમ થયાની ફરિયાદ - ગત રાત્રીના સમયે કપુરાઈ વિસ્તારમાંથી હરિહરાનંદ ભારતી કોઈ સેવક તેમને લેવા માટે આવવાના છે. તેઓ સવારે નર્મદા આશ્રમમાં પરત આવી જશે તેમ કહીને તેની કારના ચાલકને નર્મદા આશ્રમમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ બાપુ ગુમ થયાની ફરિયાદ નોંધાયેલ છે.
આ પણ વાંચો:બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું
બાપુના ગુમ થવા પાછળ આશ્રમને લઈને કોઈ હોઈ શકે વિવાદ -હરિહરાનંદ ભારતી ગુમ થવા પાછળ ભારતી બાપુએ સ્થાપેલા આશ્રમનો વિવાદ(Bharti Bapu Ashram Controversy) કારણભૂત હોવાનું આશ્રમના સૂત્રોમાંથી પ્રમાણ મળી રહ્યું છે ભારતી બાપુની હયાતીમાં હરિહરાનંદ ભારતી બાપુને તેમના અનુગામી તરીકે નીમ્યા હતા ભારતીબાપુ બ્રહ્મલીન થતાં જુનાગઢ અમદાવાદ અને નર્મદાનો આશ્રમ મહામંડલેશ્વર અને ગાદીપતિ તરીકે હરિહરાનંદ ભારતીની સીધી દેખરેખ નીચે આવતો હતો. તેના વિવાદને લઈને હરિહરાનંદ ભારતી માનસિક રીતે પરેશાન હોવાનું સામે આવી રહી છે વિગતો સામે આવી રહી છે આવી પરિસ્થિતિમાં હરિહરાનંદ ભારતી અચાનક ગઈકાલે બરોડાથી ગુમ થયા છે જેને લઇને બાપુના સેવકોમાં અને ભારતી આશ્રમમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
મહાશિવરાત્રીના દિવસે હરિહરાનંદ ભારતીની થઈ હતી નિયુક્તિ -મહાશિવરાત્રીના દિવસે(Mahashivratri Day 2022) ભારતી આશ્રમની પરંપરા(Tradition of Bharti Ashram) મુજબ હરિહરાનંદ ભારતીની ભારતી આશ્રમના ગાદીપતિ અને મહામંડલેશ્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં હિન્દુ સમાજના સાધુ-સંતો(Monks of Hindu society) અને અગ્રણીઓની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો:આજે Guru Purnima ના પાવન પર્વે Bharti Ashram માં ગુરૂપૂજન કરવામાં આવ્યું
ભારતીબાપુ કારભાર છોડી જતા આશ્રમના સેવકોમાં ભારે ચિંતાનું મોજુ -મહાશિવરાત્રીના દિવસે મહામંડલેશ્વર અને ગાદીપતિ તરીકે તિલક વિધિ કરવામાં આવેલા હરિહરાનંદ ભારતીને સમગ્ર સાધુ સંતોએ તેમના આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ આશ્રમની માલિકીને લઈને વિવાદ ઉભો થતાં અંતે હરિહરાનંદ ભારતી તમામ કારભાર છોડીને ગુમ થઈ ગયા છે. સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ દાખલ થતાં ભારતી આશ્રમના સેવકોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.