જૂનાગઢ :ગઈકાલે અંગારકી ચોથનું (Angarki Chaturthi in Junagadh) પાવન પર્વ હતો. ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વયંભૂ ઇગલ ગણપતિ મંદિરે વહેલી સવારથી વિઘ્નહર્તા દેવ ગણપતિની દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. અંગારકી ચોથના પર્વ પર ગણપતિ મહારાજના દર્શન કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ હોય છે. આ ઉપરાંત મંગળવારના દિવસે પણ ગણપતિ મહારાજના (Eagle Ganpati Temple) દર્શન કરવાથી વિશેષ પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે.
જૂનાગઢમાં અંગારકી ચોથના પર્વ પર ઇગલ ગણપતિ મંદિરે ભક્તોનો ભવ્ય ભાવ આ પણ વાંચો :શ્રાવણ વદ ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ મનાવી રહી છે બોળ ચોથનો તહેવાર
મંગળવાર-અંગારકી ચોથનો અનુબંધ - હિંદુ ધાર્મિક માન્યતા મુજબ મંગળવાર અને અંગારકી ચોથનો (Importance of Angarki Chaturthi) પવિત્ર અનુબંધ થયો છે. ત્યારે પવિત્ર દિવસે વિઘ્નહર્તા દેવ ગણેશના દર્શન કરીને જૂનાગઢ વાસીઓએ પોતાની જાતને ધન્યતા અર્પી હતી. જૂનાગઢમાં આવેલું ઇગલ ગણપતિ સ્વયંભુ ગણપતિ મંદિર હોવાને નાતે પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં વિઘ્નહર્તા દેવના ભક્તો દર્શન (Celebration of Angaraki Choth) કરવા માટે આવતા હોય છે.
જૂનાગઢમાં અંગારકી ચોથના પર્વ પર ઇગલ ગણપતિ મંદિરે ભક્તોનો ભવ્ય ભાવ આ પણ વાંચો :આણંદમાં કરવા ચોથની કરાઈ ઉજવણી
ભક્તોનો ભવ્ય ભાવ - જૂનાગઢમાં આવેલું ઇગલ ગણપતિ સ્વયંભૂ ગણપતિ મંદિર (Temple of Junagadh Ganpati) હોવાને કારણે પણ વિઘ્નહર્તા દેવ ગણપતિ પ્રત્યે જૂનાગઢવાસીઓ ખૂબ જ આસ્થા સાથે મુલાકાત લેતા હોય છે. અહીં મંગળવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા આવીને ગણપતિ મહારાજના દર્શન કરી તેમની કૃપા સદાય તેમના પરિવાર પર જળવાઈ રહે તેવી આસ્થા સાથે દર્શન અને પૂજા કરીને ગણપતિ મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે મંગળવાર અને અંગારકી ચોથના શુભ સંયોગ ખૂબ મોટી સંખ્યામાં સાંજ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.