જૂનાગઢઃસતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે હવે પ્રાણીઓને સુરક્ષિત કરવાને લઈને પણ ચિંતાઓ થઈ રહી છે, ત્યારે હરિયાણાના હિસાર સ્થિત અશ્વ સંસ્થા દ્વારા પશુઓની રસીનું એક ટ્રાયલ કરવામાં આવ્યું છે, જેનું પ્રાથમિક ધોરણે રસીકરણ કરીને ત્યારબાદ પ્રાણીઓમાં એન્ટીબોડી જોવા મળતા તેના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જેને ધ્યાને લઇને આગામી દિવસોમાં હરિયાણાની હિસાર અશ્વ સંશોધન સંસ્થા દ્વારા જે રસીનું સંશોધન કરવામાં આવ્યું છે તે રસી પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ સહિત અન્ય 15 જેટલા પ્રજાતિના પ્રાણીઓને રસીકરણ કરવાને લઈને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તે મુજબ દેશના પાંચ જેટલા મોટા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને રસીકરણ (Corona vaccine for wildlife animal) કરવાને લઇને પ્રાથમિક તબક્કે પસંદ કરાયા છે. જે પૈકીનું એશિયાનું એકમાત્ર સિંહોના સંવર્ધન કેન્દ્ર તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયનો (Junagadh Sakkarbagh Zoo ) પણ સમાવેશ કરાયો છે.
wildlife warden દ્વારા મંજૂરી મળતા શરૂ થશે રસીકરણ
હરિયાણાના હિસાર સ્થિત અશ્વો પર સંશોધન કરતી સંસ્થા દ્વારા પશુઓ અને પ્રાણીઓ માટેની રસી સંશોધન કરાયું છે જેને અન્ય પ્રાણીઓમાં આપવાને લઇને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પણ મંજૂરી આપી દીધી છે. ત્યારે ગુજરાતના મુખ્ય વાઇલ્ડ લાઇફ વોર્ડન (Wildlife warden permission) દ્વારા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં રહેલા સિંહ સહિત અન્ય 15 જાતિના પ્રાણીઓને રસીકરણ કરવાને લઈને મંજૂરીની અંતિમ મહોર માર્યા બાદ સક્કરબાગ ઝૂમાં (Junagadh Sakkarbagh Zoo )પ્રાથમિક તબક્કે પ્રાણીઓમાં રસીકરણ (Corona vaccine for wildlife animal) હાથ ધરવામાં આવશે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ ત્રીજી લહેર ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતના એક પણ પ્રાણી સંગ્રહાલયમાં સિહ સહિત કોઈ પ્રાણી કોરોના સંક્રમણથી સંક્રમણ થયું હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા નથી જે ખૂબ રાહતના સમાચાર બને છે.
પ્રથમ અને બીજી લહેરમાં પ્રાણી સંગ્રહાલયના સિંહ સહિત કેટલાક પ્રાણીઓ થયા હતાં સંક્રમિત
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પ્રાણી સંગ્રહાલયમાં પણ સંક્રમણ ફેલાતું જોવા મળ્યું હતું. દેશના અગ્રણી પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ સહિત કેટલાંય વન્ય પ્રાણીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં તે પૈકીના ચેન્નાઈ પ્રાણી સંગ્રહાલયના એક સિંહનું કોરોના સંક્રમણથી મોત થયું હતું જેમાં ડેલ્ટા વેરિએન્ટની હાજરી જોવા મળી હતી. ત્યારબાદ વિદેશમાં પણ કેટલાક પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓ પણ કોરોના સંક્રમણથી સંક્રમિત જોવા મળ્યા હતાં. એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહ પર પણ કોરોનાનો ખતરો મંડરાઇ શકે છે તેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળતી હતી. પરંતુ સદનસીબે હજુ સુધી ગીરમાં રહેલા એક પણ સિંહમાં કોરોના સંક્રમણનાં લક્ષણો જોવા મળ્યા નથી.
ટ્રાયલ ધોરણે કરાશે રસીકરણ