જૂનાગઢ:આજે 3 જાન્યુઆરીથી શાળા કક્ષાએ અભ્યાસ કરતા 15થી 18 વર્ષના કિશોર અને કિશોરીઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા મળી રહે તે માટે આજથી સમગ્ર દેશમાં રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ (Children Vaccination Junagadh) કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે જૂનાગઢ (Vaccination Campaign Commencement Junagadh) શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા 15થી લઈને 18 વર્ષ સુધીની વય ધરાવતા તમામ કિશોર અને કિશોરીઓને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
આગામી એક અઠવાડિયામાં તમામનું રસીકરણ કરી સુરક્ષિત કરવાનો પ્રયાસ
રાજ્ય અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા રસીકરણ મહા અભિયાન અંતર્ગત આગામી એક અઠવાડિયામાં શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના 15થી 18 વર્ષની આયુ ધરાવતા કિશોર અને કિશોરીઓને રસીકરણ મહા અભિયાન (Vaccination of 15 to 18 year old children) અંતર્ગત સામેલ કરીને તમામનું રસીકરણ કરી સુરક્ષિત કરવાનો પ્રયાસ રાજ્યનો શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.