જૂનાગઢઃ પાછલું એક અઠવાડિયું જૂનાગઢ શહેર અને જિલ્લા માટે કોરોના પોઝિટિવ દર્દીઓને લઈને માઠું સાબિત થઇ રહ્યું છે. ભેંસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના સહાયકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રવિવારે મધુરમ વિસ્તારમાં રહેતા અને મુંબઈથી જૂનાગઢ આવેલા 25 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલના કોવિડ-19 આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના 25 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - કોરોના સામે લડાઈ
ગત એક અઠવાડિયામાં જૂનાગઢ માટે બીજા માઠા સમાચાર મળી રહ્યા છે. શહેરના મધુરમ વિસ્તારમાં રહેનારા 25 વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગત 46 દિવસ કરતાં વધુની લડત બાદ જૂનાગઢમાં પણ હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3 પહોંચી છે. જે પ્રકારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં યુવક કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો છે, તેને લઈને હવે કોર્પોરેશન વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળશે તે સ્વાભાવિક છે. હાલ જિલ્લા વહીવટી તંત્રને કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઈન જાહેર કરીને વધુ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સંક્રમિત યુવકના પરિવારજનોનો પણ ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ યુવક કેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે, તેની હિસ્ટ્રી તપાસીને પણ વધુ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.