ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona In Junagadh: જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો ઘટ્યા - જૂનાગઢમાં કોરોના મૃત્યુ

રાજ્યમાં વધતા કોરોના કેસો (Corona Cases In Gujarat)ની વચ્ચે આજે જૂનાગઢમાં 21 કોવિડ પોઝિટિવ કેસ (Corona In Junagadh) આવ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે જૂનાગઢમાં કોરોનાના 11 કેસો ઘટ્યા છે.

Corona In Junagadh: જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો ઘટ્યા
Corona In Junagadh: જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો ઘટ્યા

By

Published : Jan 7, 2022, 10:21 PM IST

જૂનાગઢ: ગઇકાલની સરખામણીએ આજે જૂનાગઢ શહેર (Corona In Junagadh) અને જિલ્લામાં કોરોના સંક્રમિત કેસો (Corona Cases In Junagadh)ના આંકમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં 32 જેટલા કોરોના કેસો સામે આવ્યા હતા, ત્યારે આજે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 19 અને ગ્રામ્યમાં 02 કેસ સંક્રમિત આવ્યા છે. રાજ્યમાં સંક્રમણ (Corona In Gujarat) સતત વધી રહ્યું છે પરંતુ ગઈકાલની સરખામણીએ આજે જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો નોંધાયો છે જે ખૂબ રાહતના સમાચાર આપી રહ્યો છે.

આજે જૂનાગઢ શહેરમાં સંક્રમિત કેસો ઘટ્યા

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ (Corona Cases In Gujarat)નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં પણ પાછલા કેટલાક દિવસોની સરખામણીએ કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે. જો કે ગઈકાલે 32 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા હતા જેની સરખામણીએ આજે જૂનાગઢ શહેરમાં 19 અને જિલ્લામાં 02 મળીને કુલ 21 કેસો સામે આવ્યા છે.

આ પણ વાંચો:Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ઓમિક્રોનનો એકપણ કેસ નહીં

જૂનાગઢમાં ગઈકાલની સરખામણીએ આજે 11 જેટલા સંક્રમિત કેસોનો ઘટાડો થયો છે. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત કેસ (Omicron Cases In Junagadh) અને મૃત્યુ પણ નોંધાયું નથી. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આજે 19 અને જિલ્લાના અન્ય તાલુકામાં 02 મળીને કુલ 21 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે. સૌથી મહત્ત્વના અને રાહતના સમાચાર એ છે કે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે પણ ઓમિક્રોન કેસો સામે આવ્યા નથી.

29 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આજે પણ જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત (Corona Death In Junagadh) થયું નથી. આજે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં 8,288 જેટલા વ્યક્તિઓને કોરોના સંક્રમણ (Corona Vaccination In Junagadh) સામે સુરક્ષા આપતી રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:Corona Guideline 2022: ગુજરાતમાં ફરી લાગ્યા આ નિયંત્રણો, જાણો રાત્રી કર્ફ્યૂમાં કેવી છૂટ આપાઈ

ABOUT THE AUTHOR

...view details