ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે સમગ્ર વિશ્વમાં ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી થઈ રહી છે

આજે ગ્રાહક સુરક્ષા કાયદા અધિકાર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1984ની 15મી માર્ચના દિવસે કેન્દ્ર સરકારે ગ્રાહકોને સુરક્ષા મળી રહે તેમજ નબળી ગુણવત્તાની વસ્તુઓ ગ્રાહક પરત મોકલીને પોતાની રકમ ફરીથી પાછી મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે આ કાયદાનો અમલ કરવાની શરૂઆત થઈ છે. આ કાયદાથી લાખો ગ્રાહકોને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તેમ છતાં હજુ સુધી છેતરપીંડીનો ભોગ બનેલો પ્રત્યેક ગ્રાહક આ કાયદાનો ઉપયોગ કરતો જોવા મળતો નથી.

ગ્રાહક સુરક્ષા દિવસ
ગ્રાહક સુરક્ષા દિવસ

By

Published : Mar 15, 2021, 12:06 AM IST

  • 15મી માર્ચ 1984ના દિવસે અમલમાં આવ્યો કાયદો
  • આ કાયદો હજુ સુધી પ્રત્યેક ગ્રાહકોની જાણ બહાર
  • ઘણા જાગૃત લોકો આ કાયદાનો લાભ લઈ રહ્યા છે

જૂનાગઢ: કેન્દ્ર સરકારે વર્ષ 1984 ની 15મી માર્ચના દિવસે ગ્રાહક સુરક્ષા અધિકાર કાયદો અમલમાં મૂક્યો હતો. ત્યારથી દર વર્ષની 15મી માર્ચના દિવસે ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1984 પહેલા અને ત્યારબાદ કાયદાનો અમલ શરૂ થયાના અત્યાર સુધીમાં હજુ પણ કેટલાક ગ્રાહકો છેતરાઈ રહ્યા છે. કંપનીઓ ગ્રાહકોને ઇરાદાપૂર્વક છેતરી રહી છે તો બીજી તરફ કેટલાક ગ્રાહકો કાયદાથી આજે પણ અજાણ હોવાને કારણે આવી કંપનીઓ ગ્રાહકોને હજુ પણ છેતરી રહી છે. ગ્રાહક મજબૂત બને તેમજ તેમણે જે રૂપિયા કોઈ વસ્તુ કે ચીજ ખરીદવા માટે રોકાણ કર્યું છે. આવી વસ્તુ ગુણવત્તામાં ઉતરતી હોય તેવા કિસ્સામાં ગ્રાહકને પૂરેપૂરું વળતર મળે તેને લઈને ગ્રાહક સુરક્ષા કાયદાને અમલમાં મૂકવામાં આવ્યો હતો. કાયદો અમલમાં આવ્યાને આજે 34 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં હજુ પણ કાયદાનો ઉપયોગ છેતરપીંડીનો ભોગ બનનારા પ્રત્યેક ગ્રાહક કરતાં જોવા મળતા નથી.

ઘણા જાગૃત લોકો આ કાયદાનો લાભ લઈ રહ્યા છે

આ પણ વાંચો:મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ 5 પોલીસકર્મીના સન્માન કરાયા

આ ગ્રાહકોને એક પણ પ્રકારના કાનૂની ખર્ચ વગર કંપનીઓ પાસેથી વળતર અપાવવા માટે છે સક્ષમ

વર્ષ 1984માં અમલમાં આવેલો ગ્રાહક સુરક્ષા ધારો કોઈ પણ ગ્રાહકને એક પણ પ્રકારના કાનૂની ખર્ચ વગર પૂરેપૂરું વળતર મેળવવા આપવા માટે સક્ષમ બનાવવામાં આવ્યો છે. કોઈ પણ ગ્રાહક પોતાને થયેલી છેતરપીંડીનો દાવો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કરે તો એવા પ્રત્યેક ગ્રાહકને એક પણ પ્રકારના કાનૂની ખર્ચ વગર તેમણે રોકાણ કરેલી રકમનું પૂરેપૂરું વળતર મેળવી આપવા માટે આ કાયદો મજબૂત અને સક્ષમ આજે પણ જોવા મળી રહ્યો છે. તેમ છતાં આ કાયદો બનવાથી લઈને અમલમાં આવવા સુધીના 34 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ પણ કેટલીક કંપનીઓ આ કાયદાથી અજાણ ગ્રાહકોને ઇરાદાપૂર્વક છેતરી રહી છે, તો બીજી તરફ કેટલાક શિક્ષિત અને કાયદાના જાણકાર ગ્રાહકો ગ્રાહક સુરક્ષા ધારાને અપનાવીને પોતાને થયેલી આર્થિક ખોટ કે છેતરપીંડી સામે વળતરનો દાવો કરીને કંપનીઓ પાસેથી વળતર મેળવી રહ્યા છે.

આ પણ વાંચો:ગ્રાહક કાયદો તેના ધ્યેય હાંસલ કરી શકશે?

જૂનાગઢના ગ્રાહકો પણ છેતરાયા હતા, કોર્ટે અપાવ્યું પૂરેપૂરું વળતર

ગયા વર્ષે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ગયા વર્ષના જાન્યુઆરી માસથી લઈને ફેબ્રુઆરી સુધીમાં જૂનાગઢના ગ્રાહકોએ પ્રવાસ માટેની વિમાન ટિકિટ અગાઉ બુક કરાવી હતી, પરંતુ માર્ચ મહિનામાં સમગ્ર દેશ અને દુનિયામાં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે તમામ વિમાનની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં અગાઉથી ટિકિટ ખરીદી કરેલા ગ્રાહકોને વિમાની સેવા પૂરી પાડતી કંપનીઓ દ્વારા ટિકિટનું વળતર આપવાની સ્પષ્ટ આનાકાની કરી દીધી હતી. જેને લઈને જૂનાગઢના બે ગ્રાહકો ડો.ચિરાગ ગોસાઈ અને નયન વૈષ્ણવે ગ્રાહક સુરક્ષા અધિકાર કોર્ટનો સહારો લઈને કંપનીઓ પાસેથી વળતર મેળવવાની દાદ માંગી હતી. જેના ત્રણ કિસ્સામાં કોર્ટે અરજદારને કંપની પાસેથી વળતર સિવાયનું અન્ય મહેનતાણું પણ ચૂકવવાનો આદેશ કરતાં ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા અધિકાર કોર્ટે ગ્રાહકને લગતા કાયદાઓને ધ્યાને રાખીને વળતર આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details