- રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અપાઇ શ્રધ્ધાંજલી
- ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને કોંગી કાર્યકરોએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
- કોંગી કાર્યકરોએ જૂનાગઢ શહેરમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરીને રાજીવ ગાંધીને કર્યા યાદ
- રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જૂનાગઢ કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ
જૂનાગઢ : આજે પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના તૈલીચિત્ર પર પુષ્પ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે શુક્રવારે જૂનાગઢ શહેર અને જિલ્લાના કાર્યકરોએ વાગોળીને તેમની દેશ સેવાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લાના કાર્યકરોને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ હાજરી આપી હતી અને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.
આ પણ વાંચો : આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ કર્યા પિતાને યાદ