જૂનાગઢ : કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા સરકારી વાહનોનું ખાનગી મીલ્કતમાં દુર વપરાશ થઈ રહ્યો છે. ખાનગી પ્લોટમાં કલાકો સુધી ગાંડા બાવળો દુર કરવાની કામગીરી ચાલુ હતી. જેમાં ખાનગી નગરપાલિકા જેસીબીનો દુરઉપયોગ કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કેશોદ નગરપાલિકાના JCBનો દુરઉપયોગ થતાં કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી - નગરપાલિકા પ્રમુખ
કેશોદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ખાનગી કામ માટે પણ નગરપાલિકાના JCBનો ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે. કેશોદ નગરપાલિકાના ખાનગી વાહનોના દુરઉપયોગનો વિરોધ પક્ષના નેતાઓએ પર્દાફાશ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિતમાં રજુઆત કરી હતી.
jcb
તેમજ જવાબદારો સામે ચીફ ઓફિસર ફરીયાદી બને અને નગરપાલિકા પ્રમુખને હોદા પરથી દુર કરવામા આવે તેવી માંગણી સાથે કોંગ્રેસ કાર્યકરોએ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી છે.કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે