ગુજરાત

gujarat

ETV Bharat / city

ફ્રેન્ડશીપ ડે: રૂપાલાએ 44 વર્ષ જૂની મિત્રતા નિભાવી, ભેટી પડ્યા - Friendship day Celebration

કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala in Junagadh) રવિવારે સહકારી અગ્રણીઓના સન્માન કાર્યક્રમમાં જુનાગઢ પહોંચ્યા હતા. રૂપાલા જુનાગઢ આવતા જ તેના 44 વર્ષ પૂર્વેના (Friendship Day in Junagadh) સંસ્મરણો તાજા થયા હતા. ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો 44 વર્ષ બાદ એકબીજાને મળીને ભેટી પડ્યા હતા. વર્ષ 1977 માં એક સાથે અભ્યાસ કરતા પુરુષોત્તમ રૂપાલા અને જૂનાગઢના વજુભાઈ સતાણી ફ્રેન્ડશીપ ડેના દિવસે મળ્યા હતા. આ પ્રસંગે 44 વર્ષ જુની મિત્રતાને ગળે લગાવી હતી

ફ્રેન્ડશીપ ડે: રૂપાલાએ 44 વર્ષ જૂની મિત્રતા નિભાવી, ભેટી પડ્યા
ફ્રેન્ડશીપ ડે: રૂપાલાએ 44 વર્ષ જૂની મિત્રતા નિભાવી, ભેટી પડ્યા

By

Published : Aug 7, 2022, 10:12 PM IST

જૂનાગઢ: આમ તો ફ્રેન્ડશીપનું સેલિબ્રેશન યુવાનોમાં વધારે જોવા મળતું હોય છે. પરંતુ, એક રાજનેતાએ (Parshottam Rupala in Junagadh) પણ પોતાના મિત્રોને યાદ કરીને જૂની યાદને વાગોળી હતી. જ્યારે ખંભાતમાં આવેલી બી.એડ. કૉલેજમાં (B.ed College Khambhat parshottam Rupala) રાજનેતા પરસોતમ રૂપાલા અભ્યાસ કરતા હતા. એ સમયના એમના મિત્ર વજુભાઈ સતાણી. જેમણે 44 વર્ષ બાદ પણ પરસોતમ રૂપાલા (Vajubhai Satani Junagadh) સાથે એમની મિત્રતા કાયમ રાખી છે. બીજી બાજું કેન્દ્રીય પ્રધાન પણ થોડા સમય માટે પોતાની જવાબદારીઓમાંથી હળવા થઈને મિત્રને ભેટી પડ્યા હતા. આ સાથે મિત્રને ત્યાં જમવા માટેનું વચન પણ આપી દીધું હતું.

આ પણ વાંચો: AAP પ્રભારી સંદીપ પાઠક સ્ટેજના બદલે પ્રજા વચ્ચે પહોંચ્યા, જુઓ વીડિયો

44 વર્ષ જૂની મિત્રતા:કેન્દ્રીય ડેરી ડેવલોપમેન્ટ પ્રધાન પરસોતમ રૂપાલા રવિવારે જૂનાગઢમાં સહકારી અગ્રણીઓના સન્માન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે 44 વર્ષ જૂની મિત્રતાનો પ્રસંગ ફરી એક વખત જીવંત બન્યો હતો. પરષોત્તમ રૂપાલા જુનાગઢ આવતા જ તેમની સાથે અભ્યાસ કરતા વજુભાઈ સતાણીને તેઓ 44 વર્ષ બાદ મળ્યા હતા. કોલેજ કાળના આ બન્ને મિત્રો 44 વર્ષ બાદ એકબીજાની સમક્ષ જોવા મળતા બન્ને મિત્રતાપૂર્વક ભેટી પડ્યા હતા. 44 વર્ષ જૂની આ મિત્રતાનો સબંધ ફરી એક વખત તાજો કર્યો હતો. વર્ષ1977 માં એક વર્ગખંડમાં અભ્યાસ કરતા વજુભાઈ અને પરસોતમ રૂપાલા 44 વર્ષ જૂની કોલેજકાળની યાદગાર પળોને ફરી એક વખત માનસ પટ પર સ્મરણ કરીને ભેટી પડ્યા હતા

દિલ ખોલીને વાત: વર્ષ 1977 ના ખંભાત નજીક આવેલા બી.એડ કોલેજમાં પરસોતમ રૂપાલા અને વજુભાઈ સતાણી એક સાથે શિક્ષક બનવા માટેનો અભ્યાસ કરી રહ્યા હતા. આ સમયે મિત્ર બનેલા વજુભાઈ સતાણી અને પરસોત્તમ રૂપાલા તેની મિત્રતાના 44 વર્ષ બાદ પણ કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતાનો પવિત્ર સંબંધ જાળવી રાખ્યો છે. વજુભાઈ પરસોતમ રૂપાલાને મળતા જ બન્ને મિત્ર ભેટી પડ્યા હતા. એક સહજ વાતાવરણની વચ્ચે બન્ને પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પણ વાંચો: મગફળી-તલના ભાવમાં વધઘટ થાય પણ ખાધતેલમાં વધારો જ જોવા મળે: રૂપાલા

પાક્કા ભાઈબંધ: પરસોતમ રૂપાલા આજે કેન્દ્રીય પ્રધાન છે તો બીજી તરફ વજુભાઈ સતાણી જુનાગઢના સામાન્ય નાગરિક છે. પરંતુ કેન્દ્રીય પ્રધાન ની નજર સમક્ષ તેનો 44 વર્ષ જૂનો મિત્ર આવી જતા તે પણ પોતાની જાતને ગળે મળતા રોકી શક્યા ન હતા અને બન્ને મિત્રો 44 વર્ષ બાદ જાણે કે શાળાના મિત્રો હોય તે પ્રકારે ભેટી પડ્યા હતા અને પોતાની મિત્રતાના યાદગાર પ્રસંગનું સ્મરણ કર્યું હતું

ABOUT THE AUTHOR

...view details