ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnath Mahashivratri Fair : ભવનાથ મેળાના આયોજનને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા આશાવાદી - ભવનાથ મહાશિવરાત્રિ મેળો

જૂનાગઢમાં ભવનાથ મહાદેવ તળેટી મંદિરે (Bhavnath Mahashivratri Fair) મેળો પૂર્ણપણે યોજવા વાતચીતો ચાલુ છે. તેના માટે કઇ ગતિવિધિ ચાલી રહી છે તે જાણવા વાંચો અહેવાલ.

Bhavnath Mahashivratri Fair : ભવનાથ મેળાના આયોજનને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા આશાવાદી
Bhavnath Mahashivratri Fair : ભવનાથ મેળાના આયોજનને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા આશાવાદી

By

Published : Feb 16, 2022, 3:40 PM IST

જૂનાગઢઃ આગામી 25મી તારીખે મહાશિવરાત્રીનો પાવનકારી મેળો (Mahashivratri 2022) ભવનાથમાં યોજાવાના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે ખૂબ લાંબી ચર્ચા બેઠક કરી હતી. જેમાંથી મળતી માહિતી અનુસાર આગામી 25 તારીખ થી ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનું પૂર્ણપણે આયોજન થાય તેવી (Bhavnath Mahashivratri Fair) શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવતીકાલે બપોરે પૂર્ણપણે મેળો યોજાવા અંગે જાહેરાત થઈ શકે છે

બે વર્ષથી કોરોનાકાળમાં મર્યાદિત રહ્યો મેળો

અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા બે વર્ષથી ભવનાથ તળેટીના ભવનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને કારણે મર્યાદિત અને સાધુસંતો માટે આયોજિત થતો હતો. પરંતુ આ વર્ષે (Mahashivratri 2022) તમામ ભક્તો માટે મેળાનું આયોજન થઇ શકે છે જેને લઇને આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર કોઇ અંતિમ નિર્ણય જાહેર કરશે. જેની જાહેરાત જૂનાગઢ જિલ્લાના વહીવટી અધિકારીઓ (Junagadh Collector) આવતીકાલે (Bhavnath Mahashivratri Fair) કરવા જઈ રહ્યા છે.

સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ કરી ઈટીવી ભારત સાથે વાતચીત

જૂનાગઢ મનપાના સ્થાઈ સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ મેળાના આયોજન અને રાજ્યના મુખ્યપ્રધાન સાથે થયેલી બેઠકને લઈને ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે મુખ્યપ્રધાન સાથે જે બેઠક થયેલી છે તે મુજબ રાજ્ય સરકાર આવતીકાલ સુધીમાં મહાશિવરાત્રીના મેળાના આયોજનને લઇને કોઇ નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે અને તે મુજબ મેળાનું આયોજન કરવા માટે જૂનાગઢ મનપાએ પણ તેમની કટિબદ્ધતા દર્શાવી છે. આ મેળામાં (Mahashivratri 2022) આવનાર પ્રત્યેક વ્યક્તિ રસીના બે ડોઝ પૂર્ણ કરેલા હોવાની સાથે મેળાના સમય દરમિયાન ફરજિયાત માસ્ક અને સેનીટાઇઝર અચૂક ઉપયોગ કરવાની શરતે મહાશિવરાત્રી મેળામાં ભક્તોને કોઈ પણ પ્રકારની રોકટોક વગર પ્રવેશ આપવામાં આવશે. મેળાનું આયોજન કરવાની મંજૂરી રાજ્ય સરકાર આપશે તેવો વિશ્વાસ જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ (Bhavnath Mahashivratri Fair) વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ Bhavnath Melo 2022: ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા સરકાર મંજૂરી આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સાધુસંતો

આવતીકાલે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કરાયું બેઠકનું આયોજન

આવતીકાલે બપોરના 12:00 જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મહાશિવરાત્રીના મેળાના આયોજન અને લઈને માધ્યમો સાથેની એક બેઠકનું આયોજન (Mahashivratri 2022) કરાયું છે. જેમાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનોની માહિતી આપવામાં આવશે. મેળાના આયોજનને લઇને તંત્રની સાથે જૂનાગઢ વનવિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મેળાના આયોજન અંગે કોઇ અંતિમ નિર્ણય કરશે તે મુજબ મેળાનું આયોજન થશે. બે વર્ષ સુધી બંધ રહેલો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે પૂર્ણપણે યોજાશે તેવી તમામ (Bhavnath Mahashivratri Fair) શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Foreign Tourist in Junagadh : 100થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકેલો યુક્રેનનો પ્રવાસી પહોંચ્યો જુનાગઢ, પ્રાકૃતિક સંપદાને નિહાળીને થયો અભિભૂત

ABOUT THE AUTHOR

...view details