- ધાર્મિક પરંપરા અનુસાર મહાશિવરાત્રી મેળાનું આયોજન
- મહામંડલેશ્વર ભારતીબાપુ અને હરીગીરી મહારાજે ધર્મધજાનું કર્યું પૂજન
- જૂનાગઢ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરે ધાર્મિક કાર્યક્રમમાં આપી હાજરી
જૂનાગઢ : ભવનાથ મહાદેવ મંદિર પર ધર્મ ધ્વજનું ગિરનારના સાધુ, સંતો અને મહંતો દ્વારા આરોહણ કરીને મહાશિવરાત્રી મેળાનો ધાર્મિક શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગિરનાર મંડળના મહામંડલેશ્વર ભારતીબાપુ, હરી ગીરી મહારાજ, જૂના અખાડાના થાનાપતિ બુદ્ધ ગીરી, જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની હાજરીમાં મેળાને ધાર્મિક રીતે શરૂ કરાયો હતો.
આદિ-અનાદિ આયોજિત થતો મહાશિવરાત્રીનો મેળો ધજાના પૂજન સાથે કરાયો શરૂ
રવિવારે ધાર્મિક વિધિ વિધાન અને ધર્મ ધજાના પૂજન બાદ ભવનાથ મહાદેવ મંદિર પર આરોહણ કરીને મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારે ભવનાથ મંદિરના સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓની હાજરીમાં મેળાનો ધાર્મિક શુભારંભ કરાયો છે. જેમાં મહામંડલેશ્વર ભારતીબાપુ, હરી ગીરી મહારાજ તેમજ નાગા સંન્યાસીઓએ પૂજન વિધિમાં ભાગ લઈને ધાર્મિક મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો.