- આગામી 7મી જુલાઈથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ થશે શરૂ
- અનુસ્નાતક B.Ad અને LLB ની પરીક્ષાઓ સાતમી જુલાઇથી લેવાશે
- વિદ્યાર્થીઓના ઓનલાઇન સર્વે બાદ ઓફલાઈન પરીક્ષાની સહમતી મળતા કરાયું પરીક્ષાનું આયોજન
જૂનાગઢ: 7મી જુલાઈથી જુનાગઢ જીલ્લાની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી(Bhakt Kavi Narasimha Mehta University)ની અનુસ્નાતક B.Ad અને LLBના અભ્યાસક્રમોને પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર પરીક્ષાને લઇને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 25 જૂને વિધિવત રીતે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની સાતમી જુલાઇની પરીક્ષાઓ બાદ બીજા તબક્કાની પરીક્ષાઓ પણ 17મી જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.
પરીક્ષામાં 13423 વિદ્યાર્થીઓ લેશે ભાગ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ તબક્કાના પરીક્ષામાં અનુસ્નાતક B.Ad અને LLB સહિત અન્ય કેટલીક વિદ્યાશાખાઓના 13423 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેના માટે યુનિવર્સિટી દ્વારા ચાર જિલ્લામાં અલગ અલગ 79 પરીક્ષા કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિશા નિર્દેશો અને સાવચેતીના ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
પરીક્ષા પૂર્વે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન અભિપ્રાયો મેળવ્યા હતા.