જૂનાગઢ-આઝાદીના અમૃત મહોત્સવ (Azhadi ka Amrut Mahotsav) અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત કલા અને નાટ્ય અકાદમી દ્વારા 'નોખા નાગર નરસૈયાં' કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતનામ કલાકારો ફિરોઝ ઈરાની (Feroz Irani ), શાહબુદ્દીન રાઠોડ (Shahbuddin Rathod In Junagadh)સહિત સ્થાનિક કલાકારોએ હાજર રહીને નરસિંહ મહેતાના (Junagadh Narsinh Mehta )પદ અને નરસિંહ મહેતાના ગુજરાતી સાહિત્ય અને આદ્ય કવિ તરીકેના પ્રદાનનું (Poems Of Narsinh Mehta)આજના દિવસે વિશેષ સ્મરણ કરાવ્યું હતું.નરસિંહ મહેતાના પદો ગાઈને સ્થાનિક કલાકારોએ નરસિંહ મહેતાને નોખા નાગર તરીકે યાદ કર્યા હતાં.
અદાકાર ફિરોઝ ઈરાનીએ પણ નરસિંહ મહેતાને કર્યા યાદ- 'નોખો નાગર નરસૈયો' આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા ફિરોઝ ઈરાનીએ પણ નરસિંહ મહેતાને આ તકે યાદ કર્યા હતાં. નરસિંહ મહેતાના ચોરામાં (Narsinh Mehta choro in Junagadh) ફિરોઝ ઈરાનીએ પ્રથમ વખત નરસી મહેતાની ઉપસ્થિતિને વાગોળી હતી. નરસિંહ મહેતાની આ જગ્યા જે નરસિંહ મહેતાના ચોરા તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. આવા પવિત્ર સ્થળે આયોજિત કાર્યક્રમમાં હાજર રહીને નરસિંહ મહેતાને લઈને તેમનું સ્મરણ કરવામાં આવ્યું છે તે સાચે જ બતાવી આપે છે કે નરસિંહ મહેતા નોખા નાગર તરીકે આજે પણ યાદ કરાઈ રહ્યા છે. ત્યારે આવી પાવન ભૂમિ અને પાવન પ્રસંગે નરસિંહ મહેતાને યાદ કરવા તે જીવનની અમૂલ્ય ક્ષણો હોઈ શકે એવો પ્રતિભાવ તેમણે નરસિંહ મહેતા વિશે નરસિંહ મહેતાના ચોરામાં આયોજિત 'નોખો નાગર નરસૈયો' કાર્યક્રમમાં આપ્યો હતો.