ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી - સ્પેશિયલ સ્ટોરી

આજે અપરા એકાદશી(APARA EKADASHI) એટલે કે અપરાજિતા અગિયારસનો તહેવાર ધાર્મિક વિધિવિધાન અને આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આરોગ્યની સાથે ધન લાભ અને સંકટમાંથી મુક્તિ મળે છે. તેવી ધાર્મિક આસ્થા આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ આજે ધાર્મિક વિધિ વિધાન સાથે અપરા એકાદશી એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક આસ્થા સાથે જૂનાગઢમાં ઉજવણી થઇ રહી છે.

આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી
આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી

By

Published : Jun 6, 2021, 1:58 PM IST

  • અપરાજિતા અગિયારસના દિવસે વિષ્ણુની પૂજા કરવાનું છે ધાર્મિક મહત્વ
  • આજના દિવસે ભગવાન વિષ્ણુ અને તેના અવતારની પૂજા કરવાનું છે ખૂબ જ ધાર્મિક મહત્વ
  • આજના દિવસે વિષ્ણુની પૂજા કરવાથી આરોગ્યની સાથે ધન લાભ
  • તમામ પ્રકારના સંકટમાંથી મુક્તિ મળે છે તેવી ધાર્મિક આસ્થા

જૂનાગઢઃ આજે અપરા એકાદશી(APARA EKADASHI) એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક આસ્થા, વિશ્વાસ અને વિધિવિધાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અપરા એટલે કે અપરાજિતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો આપણા ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને તેના અવતારના દર્શન અને પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોવાના આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે.

આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી

આ પણ વાંચોઃઆજે અપરા એકાદશી- જાણો આ એકાદશીનું શું મહત્વ છે?

વિષ્ણુ અને તેના અવતારના દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થતું હોવાના પુરાવા ધર્મગ્રંથોમાં જોવા મળ્યા

આજે અપરાજિતા એકાદશીના દિવસે ભવનાથમાં આવેલા અને ભગવાન વિષ્ણુના એક અવતાર સમાન રાધા દામોદરજીના મંદિરમાં ભાવિક ભક્તોએ એકાદશીના દર્શનનો વિશેષ લાભ મેળવીને પોતાની જાતને ધન્ય બનાવી હતી. સાથે-સાથે આજના દિવસે વિષ્ણુ અને તેના અવતારના દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થતું હોવાના પુરાવાઓ આપણા ધર્મગ્રંથોમાં જોવા મળી રહ્યા છે. જેને લઈને આજની અપરા એકાદશીના દિવસે ભાવી ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તેના અવતારના દર્શન કરીને ધન્યતા મેળવી હતી.

આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી

અપરા એકાદશી એટલે કે અપરાજિતા અગિયારસના તહેવાર તરીકે ઉજવાય છે

અપરા એકાદશી(APARA EKADASHI) એટલે કે અપરાજિતા અગિયારસના દિવસે કુમારિકાઓ દ્વારા ભગવાન વિષ્ણુ અને તેના અવતારના દર્શન અને પૂજા કરવાથી સુયોગ્ય પતિ મળતો હોવાની આપણી ધાર્મિક માન્યતા આજે પણ અકબંધ જોવા મળે છે. જયેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની અગિયારસને અપરા એકાદશી એટલે કે અપરાજિતા અગિયારસના તહેવાર તરીકે મનાવવામાં આવે છે.

આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી

અપરાજિતા એકાદશીના દર્શન અને પુજનનુ ખૂબ ધાર્મિક મહત્ત્વ જોવા મળે છે

વિષ્ણુની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. સાથે-સાથે આરોગ્ય પણ ખૂબ જ બળવત્તર બનતું હોય છે તેમજ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવેલા સંકટોમાંથી આજની પૂજા કરવાથી મુક્તિ મળતી હોય છે. જેને લઇને અપરાજિતા અગિયારસની પૂજાનું ધાર્મિક મહત્ત્વ આજે પણ જોવા મળે છે.

આજે અપરા એટલે કે અપરાજિતા અગિયારસની ધાર્મિક વિધિવિધાન સાથે થઈ રહી છે ઉજવણી

આ પણ વાંચોઃભરૂચ: નર્મદા નદીના કિનારે રમા એકાદશીના દિવસે યમદીપ દાનની વિધિ કરાઈ

વૈષ્ણવ સંપ્રદાયમાં કાંકણી અર્પણ અને પધરામણીનો ઉત્સવ યોજાય છે

આજના દિવસે વૈષ્ણવ સંપ્રદાયમાં મનોરથનું પણ ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. અગિયારસના દિવસે વૈષ્ણવ સંપ્રદાયમાં કાંકણી અર્પણ અને પધરામણીનો ઉત્સવ યોજવામાં આવતો હોય છે. જે વર્ષમાં એક વખત જોવા મળતો હોય છે. જેનો લાભ પણ ભાવીભક્તો લઈને અપરા એકાદશીની ધાર્મિક વિધિવિધાન સાથે ઉજવણી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details