ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના પ્રાચીન ગરબા આયોજકોએ સરકાર પાસે ગાઈડલાઈન સાથે ગરબા આયોજનની મંજૂરીની માગ કરી - gujarat navratri

નવરાત્રિનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે. સતત ઘટી રહેલા કોરોના સંક્રમણની સામે સરકાર પણ ગરબાના આયોજનને લઇને હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના પ્રાચીન ગરબાનું આયોજન કરતા સંગઠનોએ સરકારની નિતીને યોગ્ય ગણાવી રહ્યા છે અને સાથે સાથે જણાવી રહ્યા છે કે, સરકાર તાકીદે ગરબા આયોજનને લઇને કોઈ દિશા નિર્દેશ જાહેર કરે તે મુજબ ગરબાનું આયોજન કરવા જૂનાગઢના પ્રાચીન ગરબા મંડળના આયોજકોએ સરકારની ગાઈડલાઈનનાં પાલન કરવાની સાથે પ્રાચીન ગરબા કરવાની તૈયારી દર્શાવી છે.

Demand for holding Garba in Junagadh
Demand for holding Garba in Junagadh

By

Published : Sep 24, 2021, 4:34 PM IST

  • જૂનાગઢના પ્રાચીન ગરબાના આયોજકોએ ગાઈડલાઈન્સ મુજબ ગરબાનું આયોજન કરવાની દર્શાવી તૈયારી
  • સરકાર ગરબાના આયોજનને લઇને દિશાનિર્દેશો જાહેર કરે તેવી આયોજકોએ કરી માગ
  • પ્રાચીન ગરબા મંડળ સરકારના દિશા નિર્દેશોને લઈને આયોજન કરવાની કરી તૈયારી

જૂનાગઢ: આગામી દિવસોમાં વિશ્વનો સૌથી લાંબો મહોત્સવ નવરાત્રી શરૂ થવા જઇ રહ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગરબાના આયોજનને શરતી મંજૂરી આપવાની વાત કરી ચૂકી છે. સરકારની પહેલને જૂનાગઢના પ્રાચીન ગરબા મંડળના આયોજકો સહર્ષ સ્વીકારી રહ્યા છે. સરકારનો આ નિર્ણય વિશ્વના સૌથી લાંબા પ્રાચીન ધાર્મિક ઉત્સવને ફરી એક વખત ધબકતો કરવાની દિશામાં સરકારે પહેલ કરી છે, તેનો સ્વીકાર કરી રહ્યા છે અને સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર ગરબાના આયોજનને લઇને ગાઈડલાઈન તાકીદે જાહેર કરે તો ગરબાનું જે નવ દિવસનું આયોજન છે તેને અંતિમ ઓપ આપવા માટે ખૂબ જ સરળતા અને સુગમતા ભર્યુ બની રહે.

જૂનાગઢના પ્રાચીન ગરબા આયોજકોએ સરકાર પાસે ગાઈડલાઈન સાથે ગરબા આયોજનની મંજૂરીની માગ કરી

આ પણ વાંચો: કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, કોરોના ગાઇડલાઇન સાથે 400 લોકોને ગરબા રમવા માટે અપાઇ મંજૂરી

રાજ્ય સરકારે જે દિશા નિર્દેશ મુજબ ગરબા કરવાની આયોજકોની તૈયારી

જૂનાગઢની પ્રાચીન વણઝારી ચોક ગરબી મંડળના આયોજન કિશોરભાઈ ધનેશાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ગરબાના આયોજનને લઇને જો તાકિદે કોઈ ગાઈડલાઈન અને દિશા નિર્દેશો જાહેર કરે તો ગરબાના આયોજનને લઇને ખૂબ જ સુગમતા બની રહે. વધુમાં નવાબના સમયથી આયોજિત થતી આવતી સર્કલ ચોક ગરબી મંડળના પ્રમુખ અશ્વિન મણિયારે પણ કહ્યું કે, ગરબીના આયોજનને લઇને રાજ્ય સરકારની ગાઈડલાઈન અને દિશા નિર્દેશોની તેઓ પણ રાહ જોઈ રહ્યા છે. સરકારના દિશા નિર્દેશો મળ્યા બાદ ગરબીના આયોજનને લઇને કોઇ અંતિમ નિર્ણય તેમના દ્વારા કરી શકાય. તેઓ પણ સરકારની ગાઇડલાઇનનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

આ પણ વાંચો:સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા

રાજ્ય સરકાર ગાઈડલાઇન જાહેર કરે તો ગરબાનું આયોજન કરવામાં સરળતા બની રહે: વિરાભાઈ મોરી

જૂનાગઢ પ્રાચીન ગરબી નિશાન ગાંધીગ્રામ ગરબી મંડળના આયોજક વિરાભાઈ મોરી પણ સરકારની ગાઈડલાઈન જાહેર થયા બાદ પ્રાચીન ગરબીમાં ભાગ લેવા માટે બાળાઓના રજિસ્ટ્રેશનથી લઈને તેમની પૂર્વતૈયારીને આખરી ઓપ આપી શકાય તે માટે તેઓ પણ સરકારની ગાઈડલાઈનની રાહ ચાતક નજરે જોઈ રહ્યા છે. જૂનાગઢના તમામ પ્રાચીન ગરબી મંડળના આયોજકો ગરબી કરવાને લઇને ઉત્સુક છે અને જણાવી રહ્યા છે કે, તાકિદે રાજ્ય સરકાર ગરબાના આયોજનને લઇને ગાઈડલાઇન જાહેર કરે તો ગરબાનું આયોજન કરવામાં તેમને સરળતા બની રહે.

ABOUT THE AUTHOR

...view details