- સંઘપ્રદેશ દીવને ગુજરાત સાથે જોડતી ચેકપોસ્ટ પાછલા બે વર્ષથી જોવા મળે છે બંધ
- અહમદપુર, માંડવી અને તળ ચેકપોસ્ટ બંધ થતાં દારૂનું સેવન કરતા લોકોને મળ્યું મોકળું મેદાન
- વર્ષ 2019માં ગુજરાત સરહદ પર આવેલી દીવને સાંકળતી ચેક પોસ્ટ કરવામાં આવી હતી બંધ
જૂનાગઢ: સંઘપ્રદેશ દીવને સાંકળતી ગુજરાત સાથે જોડાયેલી ગીર-સોમનાથ જિલ્લાની ઉના તાલુકાની અહેમદપુર, માંડવી અને તળ ચેકપોસ્ટ(Checkpost) બંધ થવાના કારણે દારૂનું સેવન કરતા લોકોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચેકપોસ્ટ બંધ થવાથી સંઘ પ્રદેશ દીવમાં દારૂનું સેવન કરવા જતાં અને ક્યાંથી દારૂ ગુજરાતમાં લાવવાની ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોમાં વધારો થયો છે. આ મામલાને લઈને રાજ્ય સભામાં પણ ગત દિવસો દરમિયાન સવાલો પૂછવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- દારૂનું સેવન રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી કોરોના વાયરસ તરફ દોરી જશે-WHO
ગુજરાતમાં 19 લાખ કરતાં વધુ લોકો દારૂનું સેવન કરતા સામે આવ્યા છે
કેન્દ્ર સરકારના પ્રધાન નારાયણ સ્વામી જણાવ્યું હતું કે, ગુજરાતમાં 19 લાખ કરતાં વધુ લોકો દારૂનું સેવન કરતા સામે આવ્યા છે, આ આંકડો રાજસ્થાન અને બિહારને પણ પાછળ રાખી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, પાછલા બે વર્ષમાં ગુજરાતમાં દારૂનું સેવન કરતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે, તેની પાછળનું એક કારણ રાજ્ય સરકારે ચેકપોસ્ટ(Checkpost) બંધ કરી છે, તે પણ માનવામાં આવી શકે છે.
વર્ષ 2019માં ગુજરાત અને દીવને સાંકળતી ચેકપોસ્ટ કરાઈ હતી બંધ
રાજ્ય સરકારે વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં ચેકપોસ્ટ(Checkpost) બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં 16 ડિસેમ્બર 2019ના દિવસે રાજ્યની કેટલીક પોસ્ટ સદંતર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આઠ દિવસ પછી એટલે કે 24 ડિસેમ્બર 2019ના રોજ સંઘ પ્રદેશ દીવ અને ગુજરાતને સાંકળતી અહમદપુર, માંડવી અને તડ ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, ત્યારથી સંઘ પ્રદેશ દીવમાંથી દારૂનું સેવન કરીને ગુજરાતમાં આવી રહેલા વ્યક્તિઓને જાણે કે મોકળું મેદાન મળી ગયું છે. વર્ષ 2019માં બન્ને ચેકપોસ્ટ કાર્યરત હતી, ત્યારે દારૂ પીધેલી હાલતમાં કે દારૂને દીવમાંથી બહાર લઈ જતી વખતે અનેક લોકો ગુજરાત પોલીસના હાથે ઝડપાયેલા છે.
આ પણ વાંચો- કોઈ વ્યક્તિ ઘરે દારૂ પીવે તો પણ તેને રોકી શકાય, કારણ કે રાજ્યમાં દારૂબંધી છે - એડવોકેટ જનરલ