જૂનાગઢઃ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. બે દિવસ પહેલા જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડયો હતો, ત્યારબાદ બે દિવસ સુધી કોરાળુ પણ જોવા મળ્યું હતું. પરંતુ શુક્રવાર બપોરના 12 કલાકે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર વરસાદી પાણી પણ ફરી વળ્યા હતા.
બે દિવસના વિરામ બાદ જૂનાગઢમાં વરસાદનું આગમન - વરસાદનું આગમન
બે દિવસના વિરામ બાદ જૂનાગઢમાં વરસાદનું આગમન થયું છે. ધોધમાર વરસાદ પડતા જ શહેરમાં ઠેર-ઠેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદ પડતાં જ શહેરમાં ઠંડકની સાથે વાતાવરણ પણ આહલાદક બનતું જોવા મળ્યું હતું.
બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારબાદ બે દિવસ સુધી વરસાદે વિરામ લેતાં ફરી વાતાવરણ ગરમ થતું જોવા મળ્યું હતું. ત્યારે શુક્રવારના રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેને કારણે ફરી એક વખત જૂનાગઢ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં થોડા બફારા બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જ્યારે વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોને પણ રાહત થઇ છે. બે દિવસના વિરામ બાદ વરસાદ આવતા લોકોને પણ બફારામાંથી રાહત મળી છે.