ગુજરાત

gujarat

ETV Bharat / city

AAP Tiranga Yatra Gujarat: ઇમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે, તિરંગા યાત્રા પહેલાં બોલ્યા ગોપાલ ઇટાલિયા - ગુજરાતના રાજકારણમાં આપ

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢમાં તિરંગા યાત્રા (AAP Tiranga Yatra Gujarat)ની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભાજપને ચોર અને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવતા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ઈમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે.

AAP Tiranga Yatra Gujarat: ઇમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે, તિરંગા યાત્રા પહેલાં બોલ્યા ગોપાલ ઇટાલિયા
AAP Tiranga Yatra Gujarat: ઇમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે, તિરંગા યાત્રા પહેલાં બોલ્યા ગોપાલ ઇટાલિયા

By

Published : Mar 12, 2022, 5:27 PM IST

જૂનાગઢ: પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે જૂનાગઢથી આમ આદમી પાર્ટી (AAP Tiranga Yatra Gujarat) દ્વારા આયોજિત તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો (AAP Workers Junagadh) જોડાયાં હતા. શહેરના ગાંધી ચોકથી યાત્રાની શરૂઆત થઇ હતી. જેની શહેરના ચિતાખાના ચોક (chitakhana chowk junagadh), આઝાદ ચોક, કાળવા ચોક થઇને સરદાર ચોક ખાતે પૂર્ણાહુતિ થઇ હતી.

ભ્રષ્ટાચારથી ખદબદતી રાજકીય પાર્ટી છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહી છે - ગોપાલ ઇટાલિયા

AAPનો પંજાબમાં વિજય થતાં પાર્ટીમાં ઉત્સાહનો માહોલ

ગાંધી ચોક (gandhi chowk junagadh) સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરણ કર્યા બાદ યાત્રા શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ જોડાયાં હતા. AAPની આજની તિરંગા યાત્રામાં દિલ્હીના ધારાસભ્ય (delhi mla In gujarat) દિલીપ પાંડે પણ જોડાવાના હતા, પરંતુ વિમાન સમયસર નહીં આવતા તેઓ યાત્રામાં જૂનાગઢ પહોંચી શક્યા નહોતા. જે રીતે આમ આદમી પાર્ટીનો પંજાબ (Punjab Assembly Election 2022)માં વિજય થયો છે તેનો ઉત્સાહ જૂનાગઢની તિરંગા યાત્રામાં સ્પષ્ટ જોવા મળતો હતો.

આ પણ વાંચો:Aap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

ભાજપ પર ગોપાલ ઇટાલિયાના પ્રહાર

શહેરના ગાંધી ચોકથી યાત્રાની શરૂઆત થઇ.

જૂનાગઢ આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સત્તાધારી ભાજપ પક્ષ પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઈમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણ (AAP In Gujarat Politics)માં આગમન થઈ ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં ચોર અને ભ્રષ્ટાચારથી ખદબદતી રાજકીય પાર્ટી કે જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સતત સરકાર ચલાવી રહી છે. તે ભાગવાની ફિરાકમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો:Vijay Suwala join BJP: આપના ભુવાજી કેસરિયો ધારણ કરશે

ચોર અને ભ્રષ્ટાચારી પાર્ટી પાસેથી હિસાબ લઇશું

રેલીમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ જોડાયાં.

વધુમાં તેમણે કહ્યું કે, અમે ચોર અને ભ્રષ્ટાચારી પાર્ટી (Thieves and corrupt party)ને ભાગવાનો એક પણ મોકો નહીં આપીને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપની સરકાર બનાવીને ગુજરાતને 30 વર્ષ સુધી જે રાજકીય પક્ષે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કર્યું છે તેનો હિસાબ ચોર અને ભ્રષ્ટાચારી પાર્ટી પાસેથી અવશ્ય લઈશું.

ABOUT THE AUTHOR

...view details