ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીના તહેવારોમાં ઘરના દ્વાર પર આસોપાલવના લીલા તોરણ બાંધવાની છે વિશેષ પરંપરા - Latest news of Junagadh

દિવાળી (Diwali) ના તહેવારોમાં પ્રત્યેક ઘરમાં તેમજ વ્યાપારિક સંકુલમાં આસોપાલવથી બનાવેલા લીલા તોરણ (asopalav toran) બાંધવાની વિશેષ પરંપરા આપણી હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. દિવાળીના દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થતું હોવાને કારણે પણ લોકો ઘરના દ્વાર પર આસોપાલવના લીલા તોરણ બાંધતા હોય છે. તેની પાછળ પણ એક ધાર્મિક સત્ય છુપાયેલું છે. આસોપાલવના તોરણ બાંધવાથી પ્રત્યેક ઘરમાં સુખ, મંગલ અને શુભ કાર્યક્રમોનું આયોજન થાય છે તેવી ધાર્મિક અને મંગલકારી પરંપરાને ધ્યાને રાખીને દિવાળીના તહેવારો દરમિયાન પ્રત્યેક ઘર અને વ્યાપારિક સંકુલમાં આસોપાલવનું તોરણ બંધાયેલું ચોક્કસ જોવા મળે છે.

Gujarat News
Gujarat News

By

Published : Nov 3, 2021, 9:00 AM IST

  • દિવાળીના તહેવારમાં ઘર અને વ્યાપારિક સંકુલ પર આસોપાલવના લીલા તોરણ બાંધવાની છે ધાર્મિક પરંપરા
  • આસોપાલવને સંસ્કૃતમાં અશોક (શોક રહિત) તરીકે ઓળખવામાં આવે છે
  • વિક્રમ સંવતના નવા વર્ષને આવકારવા માટે પણ આસોપાલવના લીલા તોરણનું છે ધાર્મિક મહત્વ

જૂનાગઢ: બે દિવસ પૂર્વે દિવાળી (Diwali) ના તહેવારની શુભ શરૂઆત થઇ ચૂકી છે. દિવાળીના પાંચ દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે, ત્યારે પાંચ દિવસ દરમિયાન પ્રત્યેક ઘર અને વ્યાપારિક સંકુલ પર આસોપાલવના લીલા પાનનું તોરણ (asopalav toran) અચૂક બાંધવામાં આવે છે. એક પ્રાચીન ધાર્મિક પરંપરા મુજબ દિવાળીના દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થતું હોય છે, જેને વધાવવા માટે પણ પ્રત્યેક ઘર અને વ્યાપારિક સંકુલમાં આસોપાલવના લીલા પર્ણોથી બનેલા તોરણ બાંધવાની વિશેષ પરંપરા આદિ- અનાદિ કાળથી ચાલી આવી છે. જે આજે પણ પરંપરાગત રીતે જળવાતી જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારોમાં ઘરના દ્વાર પર આસોપાલવના લીલા તોરણ બાંધવાની છે વિશેષ પરંપરા

આ પણ વાંચો: જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ

આજના દિવસે ભગવાન રામન લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પરત ફર્યા હતા

ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે જ ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં પણ દીપોત્સવી (Diwali) જેવા તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પણ આસોપાલવના લીલા પર્ણોથી બનેલા તોરણ બાંધવામાં આવ્યું હતું. તે ધાર્મિક પરંપરાને આજે પણ જાળવીને લોકો દિવાળીના પાંચ દિવસો દરમિયાન પોતાના ઘર અને વ્યાપારિક સંકુલ પર આસોપાલવના લીલા પર્ણોના બનેલા તોરણ (asopalav toran) ને બાંધવાની પરંપરા આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો: દિવાળીના તહેવારને લઈને ફાયર વિભાગનો જાણો શું એક્શન પ્લાન...

સીતા માતાના હરણ બાદ તેમને અશોક વાટિકામાં રાખવામાં આવ્યા હતા

રાવણે છળ કપટથી સીતા માતાનું હરણ કરીને તેને લંકામાં આવેલી અશોક વાટિકામાં રાખ્યા હતા. વાટિકાનું નામ અશોક રાખવા પાછળનું કારણ આસોપાલવ છે. આસોપાલવને સંસ્કૃતમાં અશોક કહેવામાં આવે છે અને જ્યાં સીતા માતાના હરણ બાદ તેમને રાખવામાં આવ્યા હતા. તે વાટીકા અશોક એટલે કે આસોપાલવના ઝાડથી આચ્છાદિત જોવા મળતી હતી. રામાયણ કાળથી અશોક એટલે કે આસોપાલવનું મહત્વ ખૂબ જ જોવા મળે છે.

અશોક તોરણ ઘરના દ્વાર પર બાંધવાથી ચિંતા જેવી નકારાત્મક અસરોને પ્રવેશતી નથી

ધાર્મિક માન્યતા અનુસાર આસોપાલવના પર્ણોથી બનેલા તોરણ એટલે કે અશોક તોરણ (asopalav toran) ઘરના દ્વાર પર બાંધવામાં આવે તો તે દુઃખ ગ્લાનિ આધિ- વ્યાધિ- ઉપાધિ અને ચિંતા જેવી નકારાત્મક અસરોને પ્રવેશતી નથી. જેને કારણે પણ આસોપાલવના લીલા પર્ણોનું તોરણ પ્રત્યેક ઘરના દ્વાર પર બાંધવામાં આવે છે. અશોકનો મતલબ કરીએ તો જ્યાં શોક નથી તેવું થાય છે. આવી પરિસ્થિતિમાં આસોપાલવનું તોરણ બાંધવાથી વર્ષભર પ્રત્યેક ઘર- પરિવારમાં સુખ- શાંતિ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય તેવી માન્યતા સાથે પણ આસોપાલવના લીલા પર્ણોના તોરણ બાંધવાની વિશેષ પરંપરા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details