ગુજરાત

gujarat

ETV Bharat / city

આદ્યાત્મિક યાત્રા દરમિયાન ભવનાથના સાનિધ્યમાં રશિયન સાધુએ લીધો વિસામો

રશિયાનો સુખી-સંપન્ન અને સુશિક્ષિત નવયુવાન ભારતની સનાતન હિંદુ ધર્મ અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થઇને આજે પાછલા સાત વર્ષ ભારતની ધર્મ પ્રત્યેની જાગૃતતા અને તેમાં વિશ્વાસ રાખીને પરિભ્રમણ કરી રહ્યો છે. પાછલા સાત વર્ષથી રશિયાનો આ સુખી-સંપન્ન યુવાન ભારતમાં હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓ પ્રત્યે ખૂબ પ્રભાવિત થઇને આજે હિન્દુ ધર્મમાં આસ્થા રાખી રહ્યો છે, જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવીને સનાતન હિંદુ ધર્મ અને તેના દેવી-દેવતાઓ વિશે તપસ્ચર્યા કરી રહ્યો છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Aug 14, 2021, 6:30 AM IST

Updated : Aug 14, 2021, 10:48 AM IST

  • સનાતન હિંદુ ધર્મથી પ્રભાવિત થઈને રશિયાનો યુવાન આવ્યો ભારતની ધાર્મિક યાત્રાએ
  • સુખી-સંપન્ન અને સુશિક્ષિત રશિયન પરિવારનો યુવાન ભારતના સનાતન હિંદુ ધર્મ નથી થયો પ્રભાવિત
  • ચતુર માસ દરમિયાન સનાતન હિંદુ ધર્મ અને તેમના દેવી-દેવતાઓ વિશે કરી રહ્યો છે ધાર્મિક અભ્યાસ

જૂનાગઢ: સાત સમંદર પારથી રશિયાનો સુશિક્ષિત અને સુખી-સંપન્ન પરિવારનો નવયુવાન સનાતન હિંદુ ધર્મથી પ્રભાવિત થઈને પાછલા સાત વર્ષથી ભારત ભ્રમણ કરી રહ્યો છે. આ યુવાન હમણાં જૂનાગઢની મુલાકાતે આપ્યો છે, સનાતન હિંદુ ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયેલો રશિયન યુવાન આજે હિન્દુ ધર્મના દેવી દેવતા અને તેની પરંપરાઓને જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે રશિયામાં ખૂબ જ સુખી પરિવારમાંથી આવતો આ યુવાન પોતાના આત્માનો અવાજ સાંભળીને તમામ સુખ સંપન્ન અને વૈભવને છોડીને ધર્મના રાહે ચાલવા માટે ભારતની મુલાકાતે આવ્યો છે. પાછલા સાત વર્ષથી રશિયન યુવાન ભારતના ધાર્મિક સ્થાનો અને ખાસ કરીને પર્વત પર આવેલા ધાર્મિક દેવાલયોની મુલાકાત કરીને હિંદુ ધર્મ અને દેવતાઓને જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આદ્યાત્મિક યાત્રા દરમિયાન ભવનાથના સાનિધ્યમાં રશિયન સાધુએ લીધો વિસામો

આ પણ વાંચો- મહાશિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓના ભિક્ષુક તરીકે આવી રહ્યા છે જંગમ સાધુઓ

વિશ્વની તમામ ધાર્મિક સંસ્થાઓ અને ધર્મનું સન્માન કરવું જોઈએ એવા વિચાર સાથે યુવાન આવ્યો છે જૂનાગઢની મુલાકાતે

જૂનાગઢ આવેલા રશિયન યુવાનનું ખૂબ સ્પષ્ટ માનવું છે કે, કોઈપણ ધર્મના લોકો અને તેના ધર્મનું પ્રત્યેક વ્યક્તિએ સન્માન કરવું જોઈએ. યુવાન માની રહ્યો છે કે, ધર્મ અને તેના દ્વારા પ્રાપ્ત થયેલા સંસ્કારો માનવને મોક્ષ તરફ આગળ ધપાવતા હોય છે. ધર્મ અને સંસ્કાર વિનાનું માનવજીવન જડતા તરફ આગળ ધપી રહ્યુ છે અને આ જડતા વર્તમાન સમયમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. સમગ્ર માનવજાતને જડતામાંથી દુર થવા અને સાચા ધર્મ અને તે પણ આત્માનો અવાજ સાંભળીને ધર્મનું અનુકરણ કરવાની વિનંતી આશિયાનો નવયુવાન કરી રહ્યો છે.

આ પણ વાંચો- અલખને ઓટલે ધુણી ધખાવતી શક્તિ સમાન મહિલા સાધુઓ

દાન એ સંપત્તિ અને વૈભવને પુણ્યશાળી બનાવે છે

રશિયાનો યુવાન હિન્દુ ધર્મમાં કરવામાં આવતી દાનની પરંપરા વિશે પણ જણાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, દાન પ્રત્યેક વ્યક્તિ પાસે રહેલી સંપત્તિ અને વૈભવને શુદ્ધ કરવાનું એક માત્ર માધ્યમ છે. સંસાર જીવનમાં રહેલા પ્રત્યેક વ્યક્તિએ પોતાના બાળકોને સંસ્કારી બનાવવા માટે તેમને ધર્મની સાથે સંસ્કારનું આચરણ તેના જીવનમાં આવે એ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ, એવું પણ આ યુવાન માની રહ્યો છે. ભારતને વિશ્વની તપોભૂમિ તરીકે ગણાવતા આ યુવાન એવું માની રહ્યો છે કે, ભારત ભૂમિ પર જન્મ લેવો તે પુણ્યશાળી આત્માનુ કામ છે. અહીં જન્મ લેનારા પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનને સાર્થક કરવાની તક પરમ કૃપાળુ પરમાત્માએ આપેલી છે, જેને વેડફવું ન જોઇએ તેવો સ્પષ્ટ અભિપ્રાય પણ યુવાન આપી રહ્યો છે.

Last Updated : Aug 14, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details